જાફરાબાદ ના દરિયા કાંઠે પથ્થર ના ભેખડમાં શાંતા સાગર નામની બોટ અથડાય બોટ ના 2 કટકા 2 ખલાસી ઘાયલ અન્યનો આબાદ બચાવ બોટ માં વ્યાપક નુકસાન

બોટ માં ખામી આવતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ બોટ ની મદદ એ અન્ય બોટ માલિકો માછીમારો દોડી આવ્યા
રાજુલા,
સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા માં આવેલ જાફરાબાદ નો દરિયો અતિ સેન્સિટિવ દરિયા માં અકસ્માત ની ઘટના દિનપ્રતિદિન સતત સામે આવતી હોય અહીં વાવાજોડા માં પણ ભૂતકાળ માં અનેક બોટ ડૂબી ચુકી છે. સાથે સાથે અકસ્માત ની ઘટના ઓ પણ બની ચુકી છે. ત્યારે ગત મોડી રાતે મધ દરિયે થી માછીમારી કરી પરત આવતા જાફરાબાદ ના રાજેશભાઈ ચનાભાઈ ની બોટ શાંતા સાગર નામની બોટ માં 8 જેટલા ખલાસી ઓ ઘર તરફ આવતા હતા અને તે સમયે બોટ માં કોઈ ટેક્નિકલ ખામી આવી જવા ના કારણે બોટ ઉભી રહી નહીં અને જાફરાબાદ થી દોઢ જેટલા નોટિકલ માઈલ દરિયા કાંઠે પથ્થર ના ભયાનક ભાઠોડા સાથે બોટ ધડાકા ભર સ્પીડ માં અથડાય બોટ નો કચર ઘાણ નીકળ્યો રીતસર 2 કટકા થયા હતા જોકે અહીં સવાર 2 ખલાસી ને ઇજા થવા પામી હતી. અન્ય લોકો નો બચાવ થયો હતો 6 જેટલા ખલાસી નો આબાદ બચાવ જોવા મળ્યો હતો. અને અહીં જાફરાબાદ માં બોટ અથડાય ના સમાચાર મળતા આગેવાનો યુવાનો મદદ માટે દોડી આવ્યા હતા. જોકે બોટ માલિક ને વ્યાપક મોટા પ્રમાણ માં નુકસાન ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે હાલ માં બોટ માં રહેલો સમાન ખલાસી ઓ દ્વારા દરિયા કાંઠે થી બહાર કાઢી રહ્યા છે પરંતુ ખુબ મોટી દુર્ઘટના બનતા બનતા અટકી ગઈ હતી.