જાફરાબાદ પંથકના સાગર ખેડુતોની કફોડી સ્થિતિ : બુમલાઓ ખરીદવા કોઇ તૈેયાર નથી

  • લોકડાઉન દરમિયાન લાંબો સમય મત્સ્ય ઉધોગ બંધ રહયાની સાથે કોરોનાએ ફટકો આપતા 
  • મત્સ્ય ઉધોગ મરણ પથારીએ હોવાથી સરકાર પેકેજ જાહેર કરે તેવી બોટ એસો.ની માંગણી

રાજુલા,
જાફરાબાદના સાગર ખેડૂતો કફોડી સ્થિતીમાં બુમલા મશી સારી ન હોવાના કારણે કોઈ ખરીદતું નથી મચ્છી ઉદ્યોગ મરણ પથારીએ સરકાર કોઈ સાગર ખેડૂતો માટે પેકેજ જાહેર કરે કેવી બોટ એસો.ના પ્રમુખની માંગણી.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર સાગર ખેડૂતો કફોડી સ્થિતી નિર્માણ થઇ હોવાનું બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ને પત્ર દ્વારા જાણ કરી છે કે આ વર્ષે દર વર્ષે દરિયામાં જવાનું 15 8 થી દરિયો ખેડવાનું શરૂ થાય છે તેના બદલે સરકારે આ વખતે વહે લી ફિશિંગ ની મંજૂરી આપી પરંતુ સાગર ખેડૂતો ફિશિંગ ના ધંધા માટે કોરાને ધ્યાનમાં લઇ એને પૂરતા પ્રમાણમાં ગયા હતા નહીં આ વર્ષે ભારે વરસાદ અને વાતાવરણ અનુકૂળ નહોવાથી હાલ બોટ દ્વારા દરિયામાંથી મશી લાવવામાં આવે છે તે મશી દરિયાઈ વાતાવરણને કારણે મોટાભાગની દુર્ગંધને બગડી ગયેલી આવતી હોવાથી બજારમાં 1500 રૂપિયામાં ખરીદવા માટે કોઈ તૈયાર નથી દર વર્ષે બુગલા મશીના ભાવ 3000 આવતા હતા. પરંતુ આ વખતે બહારથી આવતા વેપારીઓ જેમકે બાંગ્લાદેશ તથા હૈદરાબાદ તથા મુંબઈ ના વેપારીઓ મશી ખરીદી માટે આવતા હતા તે નબળી અને નિશી કોલેટી સીબિઅ હોવાથી ખરીદી કરતા નથી પરિણામે સાગર ખેડૂતો આ વખતે ભારે કફોડી સ્થિતીમાં મુકાયા છે દેશ-વિદેશમાં જાફરાબાદના બુમલા બહાર જતા હતા તે આ વર્ષે બહાર કે એક્સપોર્ટ થયા નથી પંદરસો રૂપિયા દરિયામાંથી ઘરે ઉત્પન્ન થાય છે જેથી સાગર ખેડૂતો પંદરસો રૂપિયા ની ખેડૂતોને ધરમાપડતરપડે છે ત્યારે કેવી રીતે ઊસા ભાવે વેચવી. નબળી કોલેટી ની બુમલા માછલી કોઈ ખરીદી કરતું નથી કોઈ લેવા તૈયાર થતું નથી હાલ સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જમીન ધોવાણ અને પાક બગડી ગયા ના સહાય . ખેડૂતોને આપવામાં આવે છે અને તેનું સર્વે કામ પણ શરૂ છે તેવી જ રીતે દરિયા ખેડૂતો માટે સરકારે કંઈક કરવું જોઈએ દરિયામાં આ વર્ષે સારી ક્વોલિટીના બુમલા ઉત્પન્ન થતા ન હોવાથી સરકારે સરવે કરી તાત્કાલિક ધોરણે મચ્છીમારો ને પેકેજ જાહેર કરવું જોઈએ મચ્છીમાર ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે કરી અને ખાસ પેકેજની વ્યવસ્થા કરવા બોટ એસો.ના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર દ્વારા રજુઆત કરી હતી.