જાફરાબાદ બંદરે વેખુ નામની માછલી મળી આવી

રાજુલા,
જાફરાબાદ બંદર પર મોડી રાતે રાજસાગર નામની બોટ માંથી વિશાલ વેખુ નામની માછલી પકડાય ગઈ જે આશરે 300 કિલો ગ્રામ વજન ધરાવે છે જેને તાત્કાલિક વેરાવળ મત્સ્ય ના કારખાનામા મોકલવા મા આવી જયા તેમનુ વહેચાણ થશે આ પ્રકાર ની માછલી સમુદ્ર માંથી માછીમારી દરમ્યાન મળે ત્યારે ખૂબ કિંમતી મનાય રહી છે અને આ માછલી ના ફોટા વીડિયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયા હતા અને અગાવ પણ આ પ્રકાર ની માછલી ઓ જાફરાબાદ ના સમુદ્ર માંથી મળી આવી હતી ત્યારે ફરીવાર આ પ્રકાર ની માછલી જાફરાબાદ બંદર પર મળી આવી છે