અમરેલી,અમરેલી, જાફરાબાદ, લાઠી અને લીલીયામાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અન્યત્ર વરસાદના હળવા ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 5 મી.મી, ખાંભા 6 મી.મી, જાફરાબાદ 18 મી.મી, બગસરા 8 મી.મી, રાજુલા 4 મી.મી, લાઠી 14 મી.મી અને લીલીયા 13 મી.મી, વરસાદ નોંધાયો હતો.