જાફરાબાદ શહેરમાં પુલ પાસે 2 મૃત બાળકો મળી આવતા ચકચાર મચી

અમરેલી,

જાફરાબાદના કામનાથ મંદિર પાસે કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા એક માથા વગરનું અને એક માથા વાળુ બાળકને જન્મ આપી.બિનવારસી હાલતમાં બન્ને બાળકોને મૃત હાલતમાં આજે બપોરના 2:30 કલાક પહેલા ત્યજી દીધેલ હાલતમાં હોય. આ અંગે કમલેશભાઈ નારણભાઈ બાંભલીયાએ જાફરાબાદ પોલીસને જાણ કરતા. પોલીસે બંને મૃત બાળકોનો કબ્જો લઈ પી.એમ માટે જાફરાબાદ દવાખાને ખસેડવામાં આવેલ છે. અને આ બાળકના વાલી વારસ કોણ છે. તે અંગે તપાસ હાથ ધરી છે.