- જાફરાબાદ સાગર ખેડૂતો ની કોરોના ના કારણે કફોડી સ્થિતિ આ વર્ષે દરિયામા ફિશિંગ માટે બોટો ગઈ નથી ત્યારે સરકારે ખાસ પેકેજ જાહેર કરવુ જોઈએ બોટ એસો.ના પ્રમુખ શ્રી કનૈયાલાલ ની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત
અમરેલી જિલ્લા ના દરિયા કાંઠે આવેલ જાફરાબાદ શહેર અને પીપળી કાંઠા વિસ્તાર અને ૩૦,૦૦૦ જેટલી વસ્તી ફિશિંગ ના ધંધા સાથે સંકળાયેલી છે સાગર ખેડૂતો દ્વારા સરકાર ને કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે પરંતુ આ વર્ષે સાગર ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ કોરોના મહાસંકટ ના કારણે આ વર્ષે 95% બોટ ફિશિંગ માટે દરિયામાં ગઈ નથી જેને કારણે આ વર્ષે સાગર ખેડૂતોની માઠી દશા બેઠી છે આ ધંધામા સાગર ખેડૂતો એ એક પણ નવી બોટ ખરીદી કે બનાવી નથી માંડ માંડ રોજી-રોટી કરવા માટે ફાંફાં મારી રહ્યા છે બીજી તરફ ડીઝલનો ભાવ વધારાના કારણે પણ ફિક્સિંગના ધંધામા મોટો ફટકો પડયો છે હાલ ભયંકર મંદીમા આઠ માસથી ખેડૂતો ઘરે બેઠા છે ત્યારે સરકાર દ્વારા આ વર્ષે ખાસ કિસ્સા તરીકે સાગર ખેડૂતો માટે કોઈ પેકેજ યોજના બહાર પાડવી જોઈએ તેઓ બોટ એસો.ના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મચ્છી ઉદ્યોગ ખાતા ને પત્ર દ્વારા પેકેજ જાહેર કરવાની માંગણી અને લાગણી વ્યક્ત કરી છે