આદમખોર દિપડો પાંજરે પુરાતા વન વિભાગે નિરાંતનો શ્ર્વાસ લીધો
સાવરકુંડલા,
સાવરકુંડલાના જાબાળ ગામે ત્રણ દિવસ પહેલા ઝુંપડા માં સુતેલી એક મહિલાને દીપડો ઉપાડી ગયો હતો અને ઘટના સ્થળે જ આ વૃદ્ધ મહિલાનું મોત થયું હતું જે ઘટનાને પગલે સાવરકુંડલા પોલીસ અને વન વિભાગ ઘટના સ્થળેથી તપાસ કરી હતી અને આ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરાઓ મૂક્યા હતા ત્યારે ત્રણ દિવસ બાદ આ આદમખોર દિપડો આખરે પાંજરામાં પુરાઈ ગયો હતો અને વન વિભાગ તેમજ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગે આ આદમખોર દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.