જાબાળ અને આંબરડી ગામે સતત વરસાદના કારણે વધુ 3 મકાન ધરાશાયી

  • જાબાળમા 2 આંબરડીમા 2 મકાનો ધરાશાયી થયાં : ગરીબ પરિવારો નોંધારા બન્યાં

આંબરડી,
જાબાળ અને આંબરડીમાં સતત વરસાદને કારણે ત્રણ મકાનો ધરાાશાયી થતાં ગરીબ પરિવારો સાવ નોંધારા બની ગયા છે.
અમરેલી જીલ્લામા ચાલુ વષેે ચોમાસા દરમિયાન પ્રારંભથી જ વરસાદ ભારે પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમા અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે સા.કુંડલાના જાબાળ ગામે વિનુભાઈ કરશનભાઈ દોંગા અને રાઘવભાઈ અમરાભાઈ હલૈયાનુ રહેણાંકી મકાન સહિત બે મકાનો ધરાશયી થઈ જવા પામ્યા છે, તો આંબરડી ગામના એક શ્રમજીવી પરિવાર બાબુભાઈ અરજણભાઈ અને નિત્યાનંદ શિવરારમનુ મકાન પણ વરસાદના કારણે ધરાશયી થઈ ગયા છે તો હજુ પણ કેટલાક મકાનો ધરાશયી થવાની અણી ઉપર ઉભા છે. તેમજ ગામના અન્ય મકાનોની દિવાલો અને પશુ બાંધવાના ફરજાઓ પણ ધરાશયી થઈ જતા નુકશાન થયુ હતુ.