જામનગરના ઠેબા અને ધુલેશિઆમાં એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર

કોરોના વાયરસના કેસો ગુજરાતમાં સતત વધી રહૃાા છે. જોકે રાજ્ય સરકારે ફરી લોકડાઉન લાગુ કરવા અંગેની વાતને નકારી દીધી છે. આ વચ્ચે જામનગર જિલ્લાના બે ગામો- ઠેબા અને ધુલેશિઆ ગામે ચાર કોરોનાના કેસ સામે આવ્યા બાદ એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે. જિલ્લાના ઠેબા ગામમાં સુરતથી આવેલા ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ઠેબા ગ્રામ પંચાયતના સરપંચ ઈન્દૃુ સાંઘાણીએ કહૃાું, તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાંથી સાજા થયા બાદ રવિવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવનારા ઘણા લોકો અમારા ગામમાં હોમ ક્વોરન્ટાઈનમાં છે.
આથી સાવધાની લેતા અને અમારા ગામમાં એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે. ઠેબા ગામ જામનગર શહેરને અડીને આવેલું છે. ગામમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ હોવાથી અન્ય નિકટના ગામના લોકો પણ અહીં આવતા હોય છે. ગામમાં ૧૦૦ જેટલી દૃુકાનો છે. ઠેબા ગામમાં અંદૃાજે ૬૦૦૦ લોકોની વસ્તી છે. સરપંચ ઈન્દૃુ સાંઘાણી કહે છે, કરિયાણું, શાકભાજી અને દૃવા સિવાયની તમામ દૃુકાનો બંધ રહેશે. જામનગર જતા હોય તેવા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના પાલન સાથે જવા દૃેવામાં આવશે. આ સાથે જ ધુલેશિઆ ગામની ગ્રામ પંચાયતે પણ રવિવારે એક ડોક્ટર કોવિડ-૧૯ સંક્રમિત આવતા અઠવાડિયા સુધી લોકડાઉન જાહેર કર્યું છે. ગામના સરપંચ રામજી રાઠોડ કહે છે,
કરિયાણું અને શાકભાજી જેવી જરૂરી વસ્તુઓ વેચતી દૃુકાનો સવારે ૭થી ૧૧ અને સાંજે ૪થી ૮ સુધી ખુલ્લી રહેશે. અમે પાન-સીગારેટની દૃુકાનોને પણ ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે, પરંતુ ગ્રાહકે વસ્તુ લઈને અહીથીં તરત જતા રહેવું પડશે. ચાનો સ્ટોલ, નાસ્તાની દૃુકાન અને હેર કિંટગ સલુન સહિતની દૃુકાનો બંધ રહેશે. સરપંચ વધુમાં કહે છે, એવું લાગી રહૃાું છે કે કોરોના વાયરસ જામનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહૃાો છે. આથી અમે લોકડાઉન લાગુ કરવાનું નક્કી કર્યું છે.