જામનગરમાં મધરાતે રાજકોટની સ્વિટ કારમાંથી રૂ. ૨૪ લાખ રોકડા જપ્ત કરાયા

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. રાત્રે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે – ૦૩ એમઈ – ૯૬૦૦ નંબરની એક સ્વીટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળતાની સાથે જ ચૂંટણી સંબંધીત કામગીરી કરતી સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી) તરત જ હરકતમાં આવી ગઈ હતી અને આ લખાઈ રહૃાું છે ત્યારે બુધવારે રાત્રે ૧૨:૦૦ વાગ્યે કારચાલકની ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરવામાં આવી છે.