જામનગર ABVP દ્વારા GPSC તથા પંચાયતી વર્ગની પરીક્ષા તારીખો ફેરબદલ કરવા રજૂઆત કરી

જામનગર એબીવીપી દ્વારા જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા રજૂઆત કરી

જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા. ૦૮-૦૧-૨૦૨૩ના રોજ જીપીએસસી વર્ગ ૧ અને ૨ તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એક જ તારીખે આવે છે. આ સાથે જીપીએસસી વર્ગ -૨ (સિવિલ ઈજનેર) અને પંચાયતી વિભાગની તલાટી કમ મંત્રી વર્ગ-૩ ની પરીક્ષાઓ તા.૨૯-૦૧-૨૦૨૩ એક જ તારીખે આયોજિત છે. આ બંને પરીક્ષાઓ આપવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈચ્છુક છે, પરંતુ એક જ તારીખના કારણે કોઇ એક પરીક્ષા તેમણે છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવા માંગણી કરાઇ છે. જેથી વિદ્યાર્થીઓ બન્ને પરીક્ષામાં હાજર રહી શકે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના જામનગરના નગરમંત્રી ઋત્વિક પટેલ સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.