જામીન પર છુટેલા રેપ કેસના આરોપીઓએ યુવતીની કરી નાખી હત્યા

આને કહેવાય હૈવાનિયત

ઉત્તર પ્રદૃેશના બુલંદશહેરમાં રેપ પીડિતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. જામીન પર બહાર આવેલા રેપના આરોપી સહિત ૫ લોકો પર હત્યાનો આરોપ છે. જો કે પોલીસે દાવો કર્યો છે કે, પીડિતા તથા આરોપી પક્ષની વચ્ચે નિકાહને લઈને થયેલા વિવાદમાં રાતે મારપીટ થઈ હતી. પીડિતાએ ૫ મહિના પૂર્વે પણ રેપના આરોપી વિરુદ્ધ જીવનો ખતરો હોવાનું કહી ગુલાવઠી પોલીસ ચોકીમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીઓ તથા ફોરેન્સિક વિભાગની ટીમે ઘટનાસ્થળે નિરીક્ષણ કર્યું અને લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દીધી. રેપના આરોપી સહિત ૫ વિરુદ્ધ મામલો નોંધાયો છે. ઉત્તર પ્રદૃેશના બુલંદશહેરના ગુલાવઠી પોલીસ ચોકી હદ વિસ્તારમાં રહેતી એક ૨૫ વર્ષિય રેપ પીડિતાની હત્યા કરી નાખવામા આવી છે. આરોપ છે કે, રેપના આરોપીએ પોતાના ભાઈઓ તથા અન્ય સાથે મળીને હત્યા કરી, યુવતીની લાશને છોડીને ફરાર થઈ ગયા હતા. બાદમાં યુવતીને હોસ્પિટલે લઈ જવામા આવી તો, તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં ગુલાવઠી પોલીસ ચોકી વિસ્તારની ૨૫ વર્ષિય યુવતીએ ગુલાવઠીના મોહલ્લા બુદ્દેખા નિવાસી જીશાન સહિત ૨ લોકો પર છેડછાડ કરીને રેપ કરવા તથા તેનો વીડિયો બનાવીને વાયરલ કરવા જેવા ગંભીર આરોપ લાગતા ૧ વર્ષ પહેલા ગુલાવઠી સ્ટેશનમાં કલમ ૩૭૬, ૩૫૪(ક),૫૦૪, ૪૨૦ આઈપીસી, ૬૭ આઈટી એક્ટ અંતર્ગત રિપોર્ટ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા.