જાળીયામાં હીરાના કારખાનામાં 8 પોઝિટિવ

  • રાજકોટ, દામનગર અને અમરેલીનાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યું
  • શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 28 પોઝિટિવ કેસ : સતાવાર રીતે 1 નું મૃત્યું : અમરેલીમાં જુદા જુદા વિસ્તારોમાં 7 પોઝિટિવ કેસ
  • રાજકોટ જેવા શહેરોમાંથી સરકારી હોસ્પિટલમાં બેડ ઓછા પડતા અને અમરેલીની સારી સારવારથી લોકો અમરેલી આવી રહયા છે

અમરેલી,
કોરોનાનું સંક્રમણ વેગ પકડી રહયુ છે આજે અમરેલીમાં કોરોના પોઝિટિવ ત્રણ દર્દીઓના મૃત્યું નીપજ્યા હતા જેમાં એક દર્દી તો રાજકોટથી અમરેલી આવેલ હતુ શુક્રવારે અમરેલીમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ગઇ કાલે અમરેલીના જાળીયામાં એક હીરાના કારખાનામાં એક સાથે 8 પોઝિટિવ કેસ આવ્યા હતા.અમરેલીમાં આજે સારવાર દરમિયાન ચિતલ રોડના 67 વર્ષના વૃધ્ધનું તથા દામનગરનાં 58 વર્ષના વૃધ્ધનું અને રાજકોટના અયોધ્યા ચોકમાં રહેતા 45 વર્ષના ભાયાવદર ગામના વતની મહિલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યું હતુ જ્યારે અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ, ગીરીરાજનગર, હનુમાનપરા, ઓમનગર, રઘુવંશી સોસાયટી અને શ્રીનાથજી પાર્કમાં 2 મળી 7 કેસ આવ્યા હતા આમા સૌથી વધુ કેસ ચિતલ રોડે નોંધાયા છે આ ઉપરાંત સાવરકુંડલાના બોઘરીયાળી, બાબરાના પાનસડા, લાઠી, વડીયા, ધરાઇ, બગસરા, દેવળીયા, જુની હળીયાદ, દામનગર, સાવરકુંડલા, સરસીયા, ધારી હરીકૃષ્ણ નગર, એકલેરા, ખડકાળા, શેલણા, ખાખબાઇ, હરીશચંદ્રનગર લાઠી મળી કુલ 28 કેસ નોંધાયા છે જ્યારે ગઇ કાલે અમરેલીના જાળીયા ગામે હીરાના કારખાનામાં ટેસ્ટ દરમિયાન 7 જાળીયાના અને એક બાબાપુરના મળી 8 લોકો પોઝિટિવ આવતા જાળીયા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.અમરેલીમાં કલેકટરશ્રીના પ્રયાસોથી અપાઇ રહેલી સારી સારવારના કારણે અને રાજકોટ જેવા શહેરોમાં સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે અમરેલી તરફ વળ્યા છે. રાજુલાના સંઘવી ચોક, તળાવ રોડ, ગોપાળગ્રામ, ઉમરીયા, અમૃતવેલ ગામના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરી સેમ્પલ લેવાયા છે.