જાહ્નવી કપૂરે પણ સની લિયોનીની જેમ ક્રિકેટમાં હાથ અજમાવ્યો, વીડિયો વાયરલ

ક્રિકેટ અને બોલિવૂડનો જૂનો નાતો છે. એક સમય હતો જ્યારે રાજ કપૂર અને દિલીપકુમારની ટીમો બનાવવામાં આવી હતી અને ક્રિકેટ મેચ રમવામાં આવતી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. પરંતુ આપણી નવી પેઢી પણ ક્રિકેટમાં ઓછો રસ લે છે એવું જરાય નથી. બોલિવૂડ સ્ટાર્સ આક્રમક રીતે ભારતીય ટીમને ટેકો આપતા જોવા મળે છે. આ સિવાય જ્યારે પણ તક મળે ત્યારે સ્ટાર્સ તેમની રીતે ક્રિકેટ રમી લેતા હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું હતું જ્યારે જાહ્નવી કપૂર ક્રિકેટ રમતી જોવા મળી હતી.
જાહ્નવી કપૂર ચંદીગઢમાં ગુડ લક જેરી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. શુટિંગની વચ્ચે જાહ્નવીએ સમયનો સારો ઉપયોગ કર્યો અને ક્રિકેટની મજા માણી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વસ્તુ શેર કરી છે છે. જાહ્નવી કપૂરના ફેન પેજ દ્વારા કેટલાક વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહૃાા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાહ્નવી પહેલા બોલને કેવી રીતે ચૂકી જાય છે પણ તે બીજો બોલ જોરશોરથી ફટકારે છે અને શોટ બાદ તે ખૂબ જ સુંદર રીતે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી. જાહ્નવી ક્રૂ સાથે રમતની મજા માણતી જોવા મળી રહી છે.
થોડા દિવસો પહેલા જ અભિનેત્રી સન્ની લિયોન પણ કંઈક આવા જ અવતારમાં જોવા મળી હતી. તે કેરળમાં મોટા ક્ષેત્રમાં ક્રિકેટની મજા લેતી જોવા મળી હતી. સનીએ પ્રથમ વખત બોલને મેદાનમાં પહોંચાડ્યો હતો. આ સાથે તેણે કેપ્શનમાં ચાહકોને પૂછ્યું હતું કે હવે તેઓ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બની શકે છે. આ વીડિયો પણ એવો જ જોરદાર વાયરલ થયો હતો.