જિયા ખાનની માફીને લઇ પંચોલી પરિવાર ફરી કોર્ટમાં પહોંચ્યા

એક સમયે ફિલ્મોમાં જેનું નામ અને દબદબો હતો તે આદિત્ય પંચોલી સતત વિવાદોમાં છવાયેલો રહૃાો છે. પરિવારનો પ્રોબ્લેમ હોય કે કંગના સાથેના રિલેશન ત્યારબાદ તેના પુત્ર સુરજ પંચોલીએ પણ પિતાના નક્સે કદમ ચાલતા એક પછી એક વિવાદ કર્યા હતા. જિયા ખાને આત્મહત્યા કરી ત્યારે સુરજનું નામ ખુબજ બદનામ થયુ હતુ. જો કે આદિત્ય સતત પુત્રની પડખે રહૃાો હતો. આદિત્ય પંચોલીએ પત્ની ઝરીના વહાબ પુત્રી સના પંચોલીએ સાથે મળી બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખટટાવ્યો છે. તેમણે કોર્ટમાં એક અરજી કરી છેજેમાં દિવંગત અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાન વારંવાર કોર્ટની અવગણના કરીને પંચોલી પરીવાર પર કિચ્ચડ ઉછાળે છે. આદિત્ય પંચોલી ઇચ્છે છે કે રાબિયા જાહેરમાં આ વાતની માફી માગે. અને ફરી આવુ ન કરવાનું વચન આપે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ જિયા ખાનની માતા રાબિયાએ પંચોલી પરિવારની વિરુદ્ધ મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણી વાતો કહી છે.આ બાબતોને ધ્યાનમાં રાખીને, આદિત્ય પંચોલીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં જણાવ્યું છે કે ઘણી વખત સમજાવ્યા છતાં, રાબિયાએ ફરીથી આવું જ કર્યું. જૂની વસ્તુઓએ સોશિયલ મીડિયા પર પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં તેમણે કેટલાક ઇન્ટરવ્યુ પણ આપ્યા છે જેમાં તેમણે પંચોલી પરિવાર ઉપર કાદવ ઉછાળ્યો હતો.

આ કોર્ટના ચુકાદાનું અપમાન છે. આદિત્ય પંચોલીએ અરજીમાં કહૃાું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રાબિયા દ્વારા અનેક નિવેદનો, યુટ્યુબ લિંક્સ, ન્યૂઝ ચેનલોની ક્લિપ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કર્યા છે. રાબિયાને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી છે પરંતુ તેણે હજી સુધી ટ્વિટર પર નવું એકાઉન્ટ ખોલીને પંચોલી પરિવારને બદનામ કરવાનું ચાલુ રાખ્યુ છે. વર્ષ ૨૦૧૭ માં, રબિયાએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે તે સોશિયલ મીડિયા ઉપરાંત પંચોલી પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન આપશે નહીં.