જિયો આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5 – જી સર્વિસ

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅલ મિટિંગમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત
  • ગુગલ જિયો પ્લેટફોર્મમાં 33737 કરોડનું રોકાણ કરશે, 7.7 ટકા હિસ્સેદારી ખરીદશે
  • કંપની દૃેવામુકત બની હોવાની જાહેરાત, જિયો ફાઇબરથી 10 લાખથી વધુ ઘરો જોડાઇ ગયા, એજીએમ પુર્વે જ રિલાયન્સના શેરમાં ઉછાળો

મુંબઇ,
માર્કેટ કેપના આધારે દૃેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅલ મિટિંગ(AGM) યોજાઇ હતી. આ મિટિંગને સંબોધિત કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી. તેમણે કહૃાું કે ગૂગલ કંપનીમાં 33 હજાર 737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ સિવાય તેમણે કહૃાું કે અમે ઘરેલું સ્તરે વિકસિત ૫જી સોલ્યુશન ટ્રાયલ માટે તૈયાર છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સમર્પિત હશે. રિલાયન્સની આજની એજીએમમાં નવા ઇનોવેશન જિયો ગ્લાસનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આને ફોન સાથે કનેક્ટક કરી ઇન્ટરનેટથી જોડી શકાય છે. આ એક ચશ્મા છે. રિલાયન્સના આ પ્રોડક્ટમાં ઓડિયો, 2 ડી અને 3 ડી વીડિયો ચેિંટગની સુવિધા મળશે. સાથે જ રિલાયન્સે એવો દાવો પણ કર્યો છે કે જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચુઅલ મિટિંગ એપ છે.
આ સિવાય મુકેશ અંબાણીએ કહૃાું કે આપણે ભારતના સૌથી મોટા નિકાસકાર અને ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ટેક્સપેયર્સ છીએ. જીએસટી અને વેટ અને ખાનગી ક્ષેત્રોમાં ઇનકમ ટેક્સના પણ આપણે સૌથી મોટા યોગદાન કરનારા છીએ. મુકેશ અંબાણીએ કહૃાું કે આપણે આ વખતે વીડિયો કોન્ફ્રેન્સિંગ અને અન્ય ઓડિયો-વિઝ્યુલના માધ્યમથી આ એજીએમ કરી રહૃાા છીએ. જે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સર્કુલરના મુજબ છે.
એજીએમ દરમિયાન બુધવારે કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 3 ટકાની તેજી જોવા મળી અને શેર ભાવ 1975 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. આ પહેલા મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર દબાણમાં હતો. માર્કેટ કેપની વાત કરીએ તો 12 લાખ 45 હજાર કરોડ રૂપિયાના સ્તરે છે. આ પહેલી ભારતીય કંપની છે જે આ સ્તરે પહોંચી છે.
કોરોના કાળમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એક પછી એક મોટી સફળતાઓ મળી. રિલાયન્સ જિયો પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે 1 લાખ કરોડથી વધુ રોકાણ મળી ચૂક્યું છે. આ રોકાણકારોમાં ફેસબુક જેવી કંપનીએ પણ શામેલ છે. આ રોકાણના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે દૃેવા મુક્ત બની ગઈ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દૃેવા મુક્ત થવા માટે માર્ચ 2021 સુધીની ડેડલાઈન નક્કિ કરી હતી. પરંતુ આ પહેલા જ કંપની દૃેવા મુક્ત બની ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તાજેતરમાં બંધ થયેલ રાઇટ્સ ઈશ્યૂમાં મુકેશ અંબાણીને કુલ 5.52 લાખ શેર્સ મળ્યા છે. આ સાથે મુકેશ અંબાણી પાસે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 80.52 લાખ શેર થઈ ગયા છે. રાઇટ્સ ઇશ્યૂ પહેલા તેમની પાસે 75 લાખ શેર્સ હતા. આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના રોકાણકારો માટે 53,124 કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂનું લોન્ચિંગ કર્યું હતું.