જિલ્લા,તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અધિકારીઓની નિમણુંકો

  • અમરેલી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ
  • કુંકાવાવ-વડીયા, લાઠી, બાબરા, કુંડલા, અમરેલી, રાજુલા, લીલીયા, ધારી, બગસરા, જાફરાબાદ, ખાંભા તાલુકા પંચાયતોમાં ટીડીઓ અને મામલતદારને ચુંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા
  • અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 5 પ્રાંત અધિકારીઓ, ખેતીવાડી અધિકારી, નગર નિયોજક, પશુપાલન નિયામક અને જિલ્લા શિક્ષણાધિકારીની ચુંટણી અધિકારી તરીકે નિમણુંક

રાજ્યના ચુંટણીપંચ દ્વારા જાહેર થયેલા ચુંટણી કાર્યક્રમ અંગે વહીવટી તંત્ર સહિત સજાગ બનેલ છે પંચ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે જિલ્લા પંચાયતના મતદાન મંડળ માટે ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારી બેઠક પ્રમાણે નિમવામાં આવ્યા છે જેમાં ચિતલમાં સામાજિક શૈક્ષણિક પછાત અને કેરીયાનાગસમાં અનુજાતી અનામત, મોટા આંકડીયામાં સામાન્ય સ્ત્રી અનામત, વાંકીયામાં અનુજાતી મહિલા અનામતમાં ચુંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી અમરેલી અને મદદનીશ ચુંટણી અધિકારી તરીકે મામલતદાર અને
ટીડીઓને જવાબદારી અપાઇ છે એ જ રીતે દેવગામમાં સામાન્ય સ્ત્રી,મોટી કુંકાવાવમાં અનુ.આદી જાતી, વડીયામાં બિન અનામત સામાન્ય, આંબરડીમાં સામાન્ય સ્ત્રી, ચાવંડમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી અનામત, મતીરાળામાં બિન અનામત સામાન્યમાં પ્રાંત અધિકારી અને મામલતદાર ટીડીઓને જવાબદારી સોંપાઇ છે. મોટા દેવળીયા, કોટડાપીઠામાં બિન અનામત સામાન્ય, કરીયાણામાં સામાન્ય સ્ત્રી બેઠકની જવાબદારી નગર નિયોજક અમરેલીને સોંપાઇ છે.આ ઉપરાંત ગાધકડા અને વંડા બિન અનામત સામાન્ય તથા વિજપડી અને મોટા જીંજુડા સામાન્ય સ્ત્રી બેઠકની જવાબદારી પ્રાંત અધિકારી કુંડલા તથા ક્રાંકચ બિન અનામત અને લીલીયા સ્ત્રીની જવાબદારી નાયબ ખેતી નિયામકને તથા ધારી અને દલખાણીયાની બિન અનામત અને ધારગણી સરસીયાની સામાન્ય સ્ત્રી બેઠક ધારી પ્રાંત અધિકારી તથા હામાપુરમાં સ્ત્રી, જુના વાઘણીયામાં બિન અનામત મદદનીશ પશુપાલક નિયામકને તથા ડેડાણ અને મોટા સમઢીયાળામાં બિન અનામત અને ખાંભામાં સ્ત્રી અનામતની જવાબદારી જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલીને જ્યારે ભેરાઇ સ્ત્રી અનામત, ચાંચ સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી, ડુંગર બિન અનામત સામાન્ય, કોટડી અનુસુચિત જાતી સ્ત્રીની જવાબદારી પ્રાંત અધિકારી રાજુલાને તથા નાગેશ્રી બિન અનામત સામાન્ય અને ટીંબી સામાન્ય સ્ત્રી મદદનીશ નિયામક મત્સ્ય ઉદ્યોગ જાફરાબાદને સોંપાઇ છે. આ ઉપરાંત કુંકાવાવ વડીયા, લાઠી, બાબરા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા, લીલીયા, ધારી, બગસરા, જાફરાબાદ, ખાંભા તાલુકા પંચાયતોમાં ટીડીઓ અને મામલતદારને ચુંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે.