અમરેલી,જિલ્લાનાં ગામડાઓમાં થી કમાવવા માટે ગયેલા છ લાખ જેટલા લોકો એકલા સુરતમાં વસે છે અમદાવાદ, વડોદરા, નવસારી,રાજકોટ જેવા શહેરોમાં ગયેલા જુવાનીયાઓ અને 1970થી સુરત વસવાનુ શરૂ કરનારાઓ ના મોટા ભાગના માવતરો આજે પણ દેશમાં એટલે કે અમરેલી જિલ્લામાં બાપદાદાએ જયા પરસેવો વહાવ્યો હતો તેવી વાડીઓ-ખેતરો અને ગામની મીલકતો સાચવી બેઠા છે મીલકત તો ઠીક પણ એકલા રહેતા માવતરોની સલામતી માટે સરકારે આવનારા સમયમાં ગામડે ગામડે સગવડતા વિચારવી પડશે નહીતર આવા સમઢીયાળા જેવા બનાવો વધશે.