જિલ્લાના દરિયાકાંઠે સમીક્ષા કરતા આઇજી શ્રી ગૌતમ પરમાર

રાજુલા,

વાવાઝોડાની અસરમાં કોઇ જાનહાની ન થાય તેના માટે અમરેલીના એસપી શ્રી હિમકરસિંહની ટીમની કામગીરી નિહાળી જિલ્લાના દરિયાકાંઠે ભાવનગર રેન્જના આઇજી શ્રી ગૌતમ પરમારે સમીક્ષા કરી હતી.અમરેલી જિલ્લાના દરિયા કાંઠે માછીમારી,ઉદ્યોગો મોટા પ્રમાણમાં હોય જાનહાની ન થાય તે માટે ભાવનગર રેન્જ આઇજીપી શ્રી ગૌતમ પરમાર જાફરાબાદ દોડી આવ્યા હતા આશરે 65 કીલોમીટર લાંબા રાજુલા અને જાફરાબાદના દરિયાઇ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને અહી લેવાયેલા પગલાઓની સમીક્ષા કરી તૈયારીઓ ચકાસી હતી.શ્રી પરમારે પીપાવાવ પોર્ટ ઉપર પહોચી શિયાળ બેટની સ્થિતિ જાણી હતી પીપાવાવ પોર્ટ આસપાસના ઉધોગની માહિતી મેળવી જાફરાબાદ બંદર પર મુલાકાત લીધી તંત્ર પોલીસ તંત્ર નું લાઇઝનીંગ સંકલન કેવા પ્રકાર નું છે ેની વિગતો મેળવી હતી રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ દરિયા કાંઠે પોલીસ તંત્ર સીધી નજર રાખી રહ્યું છેભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર, ડિવાયએસપી શ્રી હરેશ વોરા પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શ્રી રાકેશકુમાર, પ્રાંત અધિકારી શ્રી કુલદીપ સિંહ વાળા, મામલતદાર શ્રી સંદીપ સિંહ જાદવ સહિત તંત્રના અધિકારીઓ જોડાયા હતા