જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં 198 ફોર્મ રદ થયા : 534 ઉમેદવારો મેદાનમાં

  • આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ
  • અમરેલી, વડીયા-કુંકાવાવ, કુંડલા, બગસરા, રાજુલા, જાફરાબાદ,ખાંભા અને ધારી, બાબરા,લાઠી,લીલીયા તાલુકા પંચાયતોમાં કુલ 192 બેઠકો છે

અમરેલી, સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણીના દિવસે જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં 198 ફોર્મ રદ થયા છે અને હવે 534 ઉમેદવારો મેદાનમાં
રહયા છે અમરેલી, વડીયાકુંકાવાવ, કુંડલા, બગસરા, રાજુલા, જાફરાબાદ,ખાંભા, ધારી, બાબરા,લાઠી,લીલીયા તાલુકા પંચાયતોમાં 192 બેઠકો છે અને આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે.