જિલ્લામાંથી પસાર થતો 11 લાખનો દારૂ પકડતી એલસીબી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયનાં વિસ્તારમાં દારૂ વહેંચવો તો દુર રહ્યો પસાર કરવો પણ અશક્ય
  • ઢસા તરફથી રાજકોટ રોડ ઉપર જઇ રહેલ સવા ત્રણ લાખનો દારૂ અને બિયર, દારૂ લઇ જતી ટ્રક અને પાઇલોટીંગ કરતી સ્કોડા કાર કબ્જે : ત્રણ ઝડપાયાં

અમરેલી,
ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરનાર દારૂનાં વેપારીઓ સામે વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતાં ત્રણેય જિલ્લાઓમાં પ્રોહિબીશન અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી, ગુજરાત રાજ્ય બહારથી આયાત કરી, વેચાણ કરવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (ૈંસ્ખન્) ના મોટા જથ્થાની હેરા-ફેરી કરતા ટ્રક તથા તેનું પાઇલોટીંગ કરી રહેલ કારને પકડી પાડવામાં આવેલ છે. ગઇ કાલે રાત્રીનાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટ્રક કે જેના રજી. નંબર જીજે.12.વાય.8294 છે, તેમાં ગેરકાયદેસર, પાસ-પરમીટ વગરનો, ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે, તે ટ્રક ઢસા તરફથી આવે છે અને બાબરા તરફ જવાનો છે, અને આ ટ્રક, ચાવંડ મુકામેથી પસાર થવાનો છે, તથા આ ટ્રકનું પાઇલોટીંગ સ્કોડા કંપનીની ફોરવ્હીલ કાર કરે છે, જેના રજી. નંબર જીજે.21.એએ.7517 છે, તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે ચોક્કસ બાતમી આધારે લાઠી તાલુકાના ચાવંડ ગામે પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો, વિદેશી દારૂ, કંપની રીંગપેક, બીયર સહિત કુલ બોટલ/ટીન નંગ-332, કિં.રૂ.3,14,385/- તથા સ્કોડા કાર, રજી.નં. ય્વ.21.છછ.7517, કિં.રૂ.2,50,000/- તથા અશોક લેલન્ડ ટ્રક, રજી.નં. ય્વ.12.રૂ.8294, કિં.રૂ.5,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-6, કિં.રૂ.76,500/- મળી કુલ કિં.રૂ.11,40,385/- નાં મુદ્દામાલ સાથે પ્રદીપભાઇ નાનજીભાઇ વઘાસીયા, ઉં.વ.30, ધંધો.લાઇટ ફીટીંગનો, રહે.મુળ આંકડીયા, હાઇસ્કુલની પાછળ, તા.જિ.અમરેલી, હાલ.સુરત, કામરેજ, પાસોદરા પાટીયા, મનોજ રેસીડેન્સી, ઘર નં.101, સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહિલ, ઉં.વ.27, ધંધો.ડ્રાઇવીંગ, રહે.મુળ ભીકડા, શંકરના મંદિર પાસે, તા.ઘોઘા, જિ.ભાવનગર, હાલ. રહે.સુરત, કડોદરા, અમર રેસીડેન્સી, ઘર નં.211, ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ખીચડીયા, ઉં.વ.31, ધંધો.વેપાર (કાપડની દલાલી), રહે.મુળ ગામ-ધાર (કેરાળા), રામજી મંદિર પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. હાલ- સુરત, બી-504, શગુન લીવીનો, બાપા સીતારામ ચોક, કામરેજને પકડી પાડ્યાં હતાં.
આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગત મુજબ આ દારૂની હેરાફેરીમાં આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડ્યા, રહે.રાજકોટ, હરેશભાઇ ઉર્ફે હકુભાઇ મનસુખભાઇ છયાણી, રહે.જસદણ, સચિન નામનો માણસ, રહે.મુંબઇ. સંડોવાયા હોય તેમની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને લાઠી પોલીસને હવાલે કરવામાં આવ્યાં છે.