અમરેલી,અમરેલી જિલ્લામાં પ્રવેશી રહેલા લોકોને અન્યોની અને તેમની જિંદગી જોખમમાં ન મુકાય તે માટે સરકાર દ્વારા હોમ કવોરન્ટાઇનની સુચનાનું પાલન કરવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને આવા લોકોની તસ્વીરો પાડી પોલીસને મોકલવા કરેલી અપીલને પગલે ઘરની બહાર નીકળી બીજાને જોખમમાં મુકનારા 56 લોકો સામે 45 ગુનાઓ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા જિલ્લાના ચલાલા, વડિયા, લીલીયા, લાઠી, વંડા, બાબરા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ડુંગર, જાફરાબાદ, અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના લોકો દ્વારા પણ જાગૃતી દાખવી હાથમાં સિક્કો હોવા છતા બહાર નીકળી રહેલા લોકો અંગે માહિતી અપાતા પોલીસે આવા નમુનાઓને શોધી અને તેની ઉપર ગુના દાખલ કર્યા છે.બીજી તરફ એસપીશ્રીએ પણ હોમ કવોરન્ટાઇન કરેલા લોકોને માટે એક નવી સુવિધા સાથે સુચન કર્યુ હતુ કે તેઓ પોલીસ દ્વારા મુકાયેલી લોકમિત્ર એપ્લીકેશન ડાઉનલોડ કરી કવોરન્ટાઇન કરેલ વ્યક્તિએ આ એપ્લીકેશનમાં કવોરન્ટાઇન ટ્રેકર ઉપર ચેક કરવાનુ અને ચેકપોસ્ટ ઉપર આપેલ મોબાઇલ નંબર એન્ટર કરી વેરીફાઇ કરવુ ત્યાર બાદ મોબાઇલ નંબરથી જોડાયેલ આખા પરિવારની માહિતી ઓપન થઇ જશે અને તેમાં નામ સામે ફોટા અપલોડ કરવા જણાવ્યુ છે જેનાથી કવોરન્ટાઇન વ્યક્તિને તંત્ર મદદરૂપ થઇ શકે અને તે પણ બહાર નીકળે તો તેની પણ તંત્રને જાણ થઇ શકે.