જિલ્લામાં કોરોનાનાં 17 કેસ : સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત

  • 10 દર્દીઓ સાજા થયાં : 188 દર્દીઓ સારવારમાં : કુલ કેસ 3170 : અમરેલીમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું
  • કાઠીયાવાડમાં લગ્નસરા અને સામાજિક પ્રસંગોની ધૂમ વચ્ચે

અમરેલી,અમરેલી જિલ્લામાં લગ્નસરાની ધૂમની મૌસમ જામી છે ત્યારે આજે કોરોનાનાં જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા હતાં અને તેની સામે 10 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં 188 દર્દીઓ કોવિડની સારવાર લઇ રહ્યાં છે અને કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3170 થઇ છે.
દરમિયાન અમરેલી શહેરનાં 56 વર્ષનાં કોવિડની સારવાર લઇ રહેલા દર્દીનું આજે સવારે સારવાર દરમિયાન અચાનક મૃત્યુ નિપજ્યું હતું.