જિલ્લામાં કોરોનાનાં 28 કેસ સાથે આંકડો 1295 એ પહોંચ્યો

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 1000 રેપીડ ટેસ્ટ
  • 985 દર્દીઓ ડીસ્ચાર્જ, 28માંથી અધધ 17 કેસ અમરેલી શહેરનાં : અમરેલીમાં એક સાથે લોકો રેપીડ ટેસ્ટ કરાવે તો સંક્રમણ ઓછુ થઇ શકે : શહેરની ગ્રીન પાર્ક સોસાયટીમાં એક સાથે 4 કેસ આવ્યાં : તંત્ર દ્વારા શહેરમાં વિશેષ પગલા

અમરેલી,

અમરેલી જિલ્લામાં કોરોનાને કાબુમાં રાખવા માટે તંત્ર દ્વારા મંગળવારે 938 રેપીડ ટેસ્ટ અને દાખલ થયેલા 15 દર્દીઓના સેમ્પલમાં 28 કોરોનાનાં કેસ મળી આવ્યા હતા એ સાથે જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 1295 એ પહોંચી છે જેમાંથી 283 સારવાર હેઠળ છે અને 985 સાજા થઇ ઘેર ગયા છે આ ઉપરાંત ચેકપોસ્ટ ઉપર અવિરત સ્કેનીંગ ચાલુ છે આજે 1051 લોકો જિલ્લામાં આવ્યા હતા જેમાં 51 લોકો બિમાર મળ્યા હતા.અમરેલી શહેરમાં દ્વારકેશનગર, હનુમાનપરા, ગોકુલધામ સોસાયટી, ચક્કરગઢ રોડે સરદાર નગર, સ્વામી નારાયણ નગર, મેડીકલ કોલેજ સ્ટાફ ક્વાર્ટર, બ્રાહ્મણ સોસાયટી, જેશીંગપરા, તથા ગ્રીન પાર્ક સોસાયટીમાં 4, મહિલા સોસાયટી અને લાઠી રોડે ગંગાવિહાર તથા બહારપરા, વૃંદાવન પાર્ક અને સુખનાથપરામાં પોઝિટિવ કેસ મળ્યા હતા તે ઉપરાંત અમરેલીના સરંભડા, ચિતલ, દેવરાજીયા, લુણીધાર, તથા લાઠીના બગીચા પ્લોટ, ધારીનું ભાડેર, લીલીયાનું ગોઢાવદર, રાજુલાના માંડણ, સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પાસે અને ફાચરીયા ગામે આજે પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ચિતલ રોડ, હનુમાનપરા, બરવાળા બાવીશી, બગસરા નદીપરા, સાવરકુંડલા આઝાદ ચોક, બાબરામાં વોરા મસ્જિદ શેરી, અમરેલી માણેકપરા, કરજાળા, મેડીકલ કોલેજ, અને ચિતલ રોડ, ખીચા, મોટા સમઢીયાળા ગામના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

અમરેલીના સરકારી તંત્રને પણ ભરડામાં લેતો કોરોના

અમરેલી શહેરમાં કોરોનાએ કોઇ વિસ્તારને પોતાની લપેટમાંથી બાકી નથી રાખ્યાં અને એક પણ ક્ષેત્રને મુક્યુ નથી હવે અમરેલીના સરકારી તંત્રને પણ કોરોનાએ ભરડામાં લીધુ છે આરોગ્ય કચેરી, રેવન્યુ, ખેતીવાડી કચેરી, બેંક, પોલીસ વિભાગ પણ કોરોનાની ઝપટમાં આવ્યો છે આમ છતા તંત્ર દ્વારા કોરોના સામેની લડત અવિરત શરૂ છે.