જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ : બે દર્દી સાજા થયાં

અમરેલી, ગુજરાતમાં કોરોનાની સૌથી મોડી એન્ટ્રી અમરેલી જિલ્લામાં થઇ છે પણ હવે કોરોનાના દિ’ ઉગે અને એક એક કેસ સામે આવી રહયા છે અને તંત્ર તેની સામે ઝુઝુમી રહયું છે. આજે બગસરાના જુના જાંજરીયા ગામે મુંબઇથી આવેલા 45 વર્ષના મહીલાને કોરોના પોઝીટીવ રિર્પોટ આવ્યો હતો અને અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા આઠે પહોંચી છે.અને સાથે સાથે આજે ખુશીના સમાચાર એ પણ આવ્યા હતા કે સાંજે કોરોનાના પ્રથમ દર્દી અને જેના મૃત્યુની સૌથી વધ્ાુ અફવાઓ ઉડી હતી તેવા ટીમલા ગામના લાભુબહેન કાછડીયા તથા બગસરાના 11 વર્ષના બાળક ઓમ પરમારને સાજા થતા શાંતાબા ગજેરા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી તેને આજે અમરેલી આવી પહોંચેલ વતનના રતન અને હોસ્પિટલના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવી હતી તેને 31મી સુધી સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે અને ત્યા સુધીમાં કોઇ તકલીફ નહી હોય તો ઘેર જવા દેવામાં આવશે તેને અમરેલીની સરકારી આર્યુવેદિક હોસ્પિટલના આરએમઓ ડૉ ભાવેશભાઇ મહેતા તથા મેડીકલ ઓઝીસર ડૉ. હરેશ ગોસ્વામીએ દવાઓ આપી સુચનાઓ આપી હતી.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આ માજી અને બાળકે કોરોનાને મહાત કર્યાની ખુશી પહેલા વધ્ાુ એક કોરોના પોઝીટીવ આવ્યાનો ફફડાટ પણ જોવા મળૂયો હતો. 23 મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના જાંજરીયાના 45 વર્ષીય મહીલાને તા. 24 સુધી ધારીના કવોરન્ટાઇન સેન્ટરમાં રાખી ઘેર મોકલી દેવાયા હતા અને તાવ ઉધરસ સાથે કોરોનાના લક્ષણો દેખાતા બગસરા પીએચસી ખાતે તેને લઇ જવાતા ત્યાથી ગઇ કાલે તા. 26ના રોજ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતુ. આજે આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ મહીલા બે દિવસ ઘેર રહયા હતા તથા ધારી કવોરન્ટાઇન સેન્ટર તથા પીએચસી અને ઘરમાં સંપર્કમાં આવનારા તમામ લોકોનું તંત્રએ કોન્ટેક લીસ્ટ તૈયાર કરી આગોતરા પગલાઓ શરૂ કરી તેમને કવોરન્ટાઇન કરવાની શરૂઆત કરી દીધી છે અને જુના જાંજરીયા ગામે તેના ઘર આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.