જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે વધુ 300 જેટલા આઈસોલેટડ બેડની વ્યવસ્થા કરાઈ

  • જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરને રજુઆત અને સંકલન કરીને
  • અમરેલીનાં બાલમંદીર, એલડી હોસ્ટેલ, રાધિકા હોસ્પિટલ, એઇમ્સ હોસ્પિટલ, સિવિલમાં વ્યવસ્થા

અમરેલી,કોરોના મહામારીનાં કારણે અમરેલી જિલ્લામાં પણ કેસો વધવાની સાથે સાથે સીવીલ હોસ્પિટલ સહીત આઈસોલેટેડ બેડની વ્યવસ્થા ઓછી પડતા કોરોનાનાં ના દર્દીઓને આઈસોલેટેડ બેડ મળી રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કલેકટરશ્રીને રજુઆત કરતા જિલ્લામાં વિવિધ ખાનગી હોસ્પિટલોના ડોકટરો, સંસ્થાઓનાં સંચાલકો, અને હોટલોનાં માલીકો સાથે સંકલન કરીને જિલ્લા પ્રશાસનની કોવિડ ગાઈડ લાઈન મુજબ આઈસોલેટેડ 300 જેટલા વધારાનાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અમરેલીમાં બાલમંદીર ખાતે 20 બેડ, એલ.ડી.હોસ્ટેલ ખાતે 65 બેડ, રાધીકા (ગોળ)હોસ્પિટલ ખાતે 62 બેડ, એઈમ્સ હોસ્પિટલ ખાતે રપ બેડ, સીવીલ હોસ્પિટલ અમરેલી ખાતે વધારાનાંં 50 બેડ, હોટલ નેપ્ચ્યુન ખાતે 25 બેડ, તથા સાવરકુંડલા સિવીલ હોસ્પિટલ ખાતે 50 આઈસોલેટેડ બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.ઉપરોક્ત તમામ હોસ્પિટલ, સંસ્થાઓ તથા હોટલનાં સંચાલકો સાથે આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરીને કોરોનાની ગંભીર મહામારીને પહોચી વળવા ઘટતી તમામ કામગીરી કરી જિલ્લાનાં નાગરીકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીન પડે અને આ મહામારી માંથી હેમખેમ દર્દીઓ સ્વસ્થ થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાનાં માર્ગદર્શનમાં અને જિલ્લા કલેકટરશ્રી સાથે સંકલન કરીને 300 જેટલા આઈસોલેટેડ બેડની વધારાની વ્યવસ્થા કરાઈ છે. માનવતાનાં આ કામમાં સહીયોગ આપવા બદલ ખાનગી હોસ્પિટલોનાં ડોકટરો,, સંસ્થાઓનાં સંચાલકો તથા હોટલોનાં માલીકોનો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ હદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ છે.