જિલ્લામાં ક્રિકેટ મેચ ઉપર રમાતો સટ્ટો યુવાધનને કયાં લઇ જશે ?

  • આઇપીએલની ક્રિકેટ મેચે યુવાનોમાં ઘેલુ લગાડયું
  • જિલ્લામાં ઠેર ઠેર સ્માર્ટફોન સાથે યોૈવનધન ઓનલાઇન ટીમો બનાવવામાં જોતરાયુ
  • આપણે આપણી રાષ્ટ્રીય રમત ભુલીને ક્રિકેટ તરફ જતા ભારે નુકસાન જશે

અમરેલી,
આઇપીએલની ક્રિકેટ મેચે યુવાનોમાં ઘેલુ લગાડયું જો કે ક્રિકેટ હોય કે અન્ય કોઇ બાબત તેમાં જુગારનો પ્રવેશ થતા વાર નથી લાગતી લોકોનો અને ખાસ કરીને યુવા વર્ગનો મુડ માત્ર લડી લેવાનો છે સારા નરશાના ભેદ પારખ્યા વિના આંધળુકિયા કરતુ આ યુવાધન હવે કયાં જઇ અટકશે. ગામડુ હોય કે સીટી ઠેર ઠેર યુવક યુવતીઓ પોતાના પોતાના સ્માર્ટ ફોન સાથે ઓનલાઇન મેેચમાં મશગુલ છે એટલુ જ નહીં ક્રિકેટ મેચ ઉપર રમાતા જુગાર એક મોટુ દુષણ ઉભુ થયુ છે. અમરેલીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર રમત સટ્ટો યુવાધનને કયાં લઇ જશે ? તેવો વેૈધક સવાલ પણ ઉઠયો છે. હાલ જાણે કે ક્રિકેટ મેન્યા ચાલી રહયો હોય તેમ ઠેર ઠેર સ્માર્ટફોન સાથે યોૈવનધન ઓનલાઇન ટીમો બનાવવામાં જોતરાયુ છે અને ટીમો બનાવી ખેલાતો જુગાર અનેક લોકોને આર્થિક મુશ્કેલીમાં પણ મુકી દેશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે બીજી તરફ આપણે આપણી રાષ્ટ્રીય રમત ભુલીને ક્રિકેટ તરફ જતા ભારે નુકસાન જશે તેનો આપડે કયારેય વિચાર પણ કર્યો નથી યુવકો તો ઠીક યુવતીઓ પણ ક્રિકેટની ઓનલાઇન હારજીતમાં મંડાતા ચિંતાજનક બાબત છે.
મોટાભાગના યુવક યુવતીઓનો સમય ક્રિકેટ મેચ જોવા કે રનિંગ કોમેન્ટ્રીમાં પ્રસાર થાય છે પરીણામે તેની પ્રગતિમાં અવરોધ પણ ઉભો થાય છે તેવુ વડિલો જાણતા હોવા છતાંય આજની યુવા પેઢી સામે લાચાર બન્યા છે.હારજીતના જુગારમાં કેટલાંય યુવાનો આર્થિક રીતે બરબાદ થઇ જશે આવુ કાંય પણ થાય તે પહેલા રુક જાવ કહેેવાનો સમય આવી પહોંચ્યો છે.