જિલ્લામાં જુગારની મૌસમ : 45 જુગારીના કોલર પકડતી પોલીસ

અમરેલી,
અમરેલી જીલ્લામાં કોરોના કહેર વચ્ચે જુગારીઓ મેદાને આવ્યા છે. જીલ્લામાં પોલીસે બાબરા તાલુકાના વાંડળીયા, નાની કુંડળ, રાજુલા, હેમાળ, અમરેલી અને રાજપરડામાં પોલીસે જામેલી જુગારની બાજી ઉધીવાળી કુલ 45 શખ્સોને પોલીસે રોકડ, મોબાઇલ, સ્કુુડી અને બાઇક મળી કુલ રૂા. 3 લાખ 49 હજારના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજુલામાં વડલી રોડ પર જાહેરમાં જુગાર રમતા મનુ વિરા ધાખડા, હુસેન કાસમ સમા, જયસુખ સવજી, નાના જીવન, મનુ વાળા, મનિષ જાદવ વાળા, ભલા કાળુ, પીન્ટુ બાબુ, રફીક જુસકને રોકડ, મોબાઇલ મળી રૂા. 17,100 ના મુદામાલ સાથે હે. કોન્સ. મગનભાઇ પીછડીયાએ ઝડપી પાડયા હતા. બાબરાના વાંડળીયા સીમમાં જાહેરમાં જુગાર રમતા સંજય ડુંગર કાનાણી, દિનેશ રવજી પટેલ, શૈલેષ વાલજી સાકરીયા, જગદીશ મનુ પાનસરીયા, વાઘા કરશન ખુંટ, રણુ ખોડા ગીડા, વિક્રમ દેવચંદ જીવાણી, ઉનડ લખુ બસીયા, નાથા અમરા વાળાને પો. કોન્સ. રાજુલભાઇ ઢાપાએ રોકડ, 9 મોબાઇલ, 4 બાઇક મળી કુલ રૂા. 1લાખ 77 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. નાગેશ્રીના હેમાળમાં મોટા માણસા રોડ ઉપર પાણીના વેણની જગ્યામાં જાહેરમાં જુગાર રમતા લાલા ભાણા બારૈયા, ભુપત ઉકા જાદવ, દિલુ બદરૂ વરૂ, રહિમ મનુ લાલાણી, વિપુલ સહિતને રોકડ, 3 મોબાઇલ, એક સ્ક્રુુટી મળી 1 લાખ 24 હજાર ઉપરાંતના મુદામાલ સાથે હે. કોન્સ. અશ્ર્વિનભાઇ બારૈયાએ ઝડપી પાડયા હતા.
અમરેલી કેરિયા રોડ રેલ્વે ફાટક નજીક ઝુપડપટ્ટીમાં જુગાર રમતા અજીત ઉર્ફે નનકુ ભીમજી લીબાસીયા, દિનેશ શંકર દેલવાડીયા, સંજય વના રાફુસા ને રોકડ રૂા. 2160 ના મુદામાલ સાથે લોક રક્ષક હિરેનસિંહ ખેરે ઝડપી પાડયા હતા. બાબરાના નાનીકુડળ સેમમાં વનરાજ વાલજી રાઠોડની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા શિવા વિઠ્ઠલ જમોડ, રામજી નારણ રાઠોડ, અરવિંદ છગન કટારીયા, પ્રવિણ વેલજી રાઠોડ, વનરાજ વાલા રાઠોડ, દિલીપ માવજી ભાલીયા, મહેશ વિરજી કટારીયા, મહેન્દ્ર ઉર્ફેે પપુ લાલુ જમોડ, રાજુ સામત મકવાણાને કો.કોન્સ. ભાવીતકુમાર ખેરે રોકડ રૂા. 21,470 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
ડુંગરના રાજપરડા ગામે જુગાર રમતા બુધા બેબુ ગોઠડીયા, દિનેશ બાઘા ચાવડા, કલ્પેશ શભુ સોલંકી, સુરેશ ભુપત ગોઠડીયા, સુરેશ રમેશ ગોઠડીયા, ભાવેશ ભુપત ગોઠડીયા, રાજુ બેબુ ગોઠડીયા, હિતેષ રમેશ ગોઠડીયા, મેહુલ કેશુ ઓગણીયાને હે. કોન્સ. જગદીશભાઇ રાઠોડે રોકડ, 5 મોબાઇલ મળી કુલ રૂા. 8 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.