જિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે ?

  • કલેકટરશ્રી અને ડીડીઓશ્રી આરોગ્ય તંત્રનો જવાબ માંગે તેવી લોકલાગણી
  • અમરેલી જિલ્લામાં એક પણ સરકારી દવાખાનામાં હડકવા વિરોધી રસી નથી
  • જેને હડકાયુ કુતરૂ કરડે તેણે છેક અમરેલી સુધી ધક્કો ખાવો પડે છે , ત્યાં સુધીમાં હડકવા લાગુ પડે તો જવાબદારી કોની ?

અમરેલી જિલ્લામાં જે આરોગ્ય તંત્ર હડકાયા કુતરાના ઇંજેકશનની સગવડતા નથી કરાવી શકતુ તે કોરોના સામે કેમ લડશે ? તેવો સવાલ લોકો કરી રહયા છે કારણકે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસથી એક પણ પ્રાથમિક કે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી નથી.
અમરેલી જિલ્લામાં એક પણ સરકારી દવાખાનામાં હડકવા વિરોધી રસી ન હોવાને કારણે જેને હડકાયુ કુતરૂ કરડે તેણે છેક અમરેલી સુધી ધક્કો ખાવો પડે છે.
ગઇ કાલે જ લીલીયાના આંબા ગામના વિજયભાઇ મહેશભાઇ સોલંકી નામના દર્દીએ અમરેલીનો ધક્કો ખાધો હતો જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી લોકોને અમરેલી સુધી આવવુ પડે છે છેલ્લા એક મહિનામાં આવા ચાર બનાવો બન્યા છે અને કોઇને હડકાયુ કુતરૂ કરડે અને અમરેલી દવાખાને આવે ત્યાં સુધીમાં દર્દીને હડકવા લાગુ પડે તો જવાબદારી કોની ?
આરોગ્ય તંત્રની ? તેવા સવાલ સાથે કલેકટરશ્રી અને ડીડીઓશ્રી આરોગ્ય તંત્રનો જવાબ માંગે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે કારણકે જે તંત્ર બજારમાં 400 થી 500 રૂપીયે મળતી હડકવા વિરોધી રસીની સગવડ ન કરી શકતુ હોય તે કોરોના સામે કેમ લડશે ?