જિલ્લામાં તા.23 સુધી બીએલઓ દ્વારા ઘરે – ઘરે ચૂંટણી ઓળખ કાર્ડ અભિયાન

અમરેલી,રાજ્ય મુખ્ય નિર્વાચિન અધિકારી દ્વારા તહેવારની સાથે સાથે મતદાર તરીકે નોંધણી કરાવી અને લોકશાહીના પર્વમાં જાગૃત્ત મતદાર તરીકે જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપી સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કામગીરીના અનુસંધાને જિલ્લામાં તા.23 જુલાઈ સુધી ઘરે ચૂંટણી ઓળખ કાર્ડ વેરિફિફિકેશન કાર્યક્રમ યોજાશે. જેમાં બી.એલ.ઓશ્રી દ્વારા નાગરિકોના ઘરે – ઘરે આવી તમારા ચૂંટણી ઓળખ કાર્ડ અંગેની વિગતો પૂછવામાં આવશે, તે ઉપરાંત તે વિગતોમાં નાગરિકોને જરૂર હશે તે ફેરફાર પણ કરી આપવામાં સહયોગ પૂરો પાડવામાં આવશે. મતદારોને આ કાર્યમાં સહભાગી થઈને જરૂરી માહિતી તેમજ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. અમરેલી શહેર અને જિલ્લામાં આ અનુસંધાને કામગીરી કાર્યરત હોવાથી મતદારોને સહભાગી થવા માટે અનુરોધ