જિલ્લામાં પોલીસની 15 ચેકપોસ્ટ શરૂ

  • 31 મી ડીસેમ્બરે દારૂ પીવા માટે પ્યાસીઓને ફાંફા પડવાના : એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા એક્શન પ્લાન
  • અમરેલી જિલ્લામાં તમામ પ્રવેશ દ્વારો ઉપર 15 ચેકપોસ્ટ દ્વારા સઘન ચેકીંગ : જિલ્લામાં પ્રવેશનારા અને બહાર જઇ રહેલા તમામ ઉપર પોલીસની બાજ નજર : પોલીસની કડક કાર્યવાહીથી 31 ડિસેમ્બર પહેલા દારૂના ભાવ આસમાને પહોંચ્યા

અમરેલી, અમરેલી જિલ્લામાં 31 મી ડીસેમ્બરે દારૂ પીવા માટે પ્યાસીઓને ફાંફા પડી જાય તેવો એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે છેલ્લા 4 દિવસથી અમરેલી જિલ્લામાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ ઉપર પોલીસની 15 ચેકપોસ્ટ શરૂ કરી દેવામાં આવી છે અમરેલી જિલ્લામાં તમામ પ્રવેશ દ્વારો ઉપર 15 ચેકપોસ્ટ દ્વારા સઘન ચેકીંગ દ્વારા જિલ્લામાં પ્રવેશનારા અને બહાર જઇ રહેલા તમામ ઉપર પોલીસની બાજ નજર છે જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહીથી 31 ડિસેમ્બર પહેલા દારૂના ભાવ આસમાને પહોંચ્યા છે.