જિલ્લામાં માસ્ક ન પહેરનાર એક હજાર લોકોને દંડ

અમરેલી,લાંબા સમય સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં કોરોનાની શરૂઆત થઇ તે પહેલા કડક કાયદાના પાલનને કારણે અને કલેકટરશ્રી તથા એસપીશ્રી દ્વારા રખાયેલી તકેદારીથી અમરેલીમાં કોરોના પગ મુકી શકયો ન હતો પણ સરકાર દ્વારા લોકડાઉન હળવુ કરાતા અને પ્રવેશની છુટ અપાતા કોરોનાની શરૂઆત થઇ હતી અને આજે કોરોના બેફામ બન્યો છે તેવા સમયે રાજ્યમાં સરકારે માસ્ક અને થુંકવા સામેના દંડ સહિતના શિક્ષાત્મક પગલાઓ માટે પોલીસને સતાઓ આપતા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય મેદાનમાં આવ્યા છે તેમના દ્વારા લોકલ ટ્રાન્સમીશન ફેલાતુ અટકે તે માટે ચક્રોગતીમાન કર્યા છે અમરેલી શહેરમાં પોલીસ શેરી ગલીઓ ઉપર નજર તો રાખશે પણ સાથે સાથે પોલીસના કેમેરાઓની મદદ લઇ સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરનારા અને માસ્ક ન પહેરનારા તથા જાહેરમાં થુંકનારાઓ સામે પગલાની શરૂઆત કરી છે.
એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ટ્વીટ દ્વારા અને અવધ ટાઇમ્સના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે કોરોનાનાં ટ્રાન્સમીશનથી બચવા માટે માસ્ક પહેરવો ફરજિયાત છે જેથી લોકો નિયમનું પાલન કરે અને માસ્ક ન પહેરનાર તથા કોરોનાનું સંક્રમણ વધ્ો તેવુ કામ કરનાર લોકો સામે પોલીસ શિક્ષાત્મક પગલાઓ લેશે.
મંગળવારથી એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી શરૂ થઇ છે અમરેલી શહેરમાં 65, તાલુકામાં 50, લાઠીમાં 52, લીલીયામાં 47, દામનગર બગસરા વડીયામાં 50-50 સાવરકુંડલા તાલુકામાં 100, બાબરા અને રાજુલામાં 57, વંડામાં 24, ચલાલા અને ખાંભામાં 52, ધારીમાં 35, મરીન પીપાવાવમાં 54, નાગેશ્રીમાં 45, જાફરાબાદમાં 55 અને જાફરાબાદ મરીનમાં 35 અને ડુંગરમાં 30 તથા જિલ્લા ટ્રાફીસ શાખા દ્વારા 40 મળી કુલ 1 હજાર લોકોને પોલીસે માસ્ક ન પહેરવા બદલ રૂા. 200 ની પાવતી આપી દંડ કર્યો હતો અને એક જ દિવસમાં 2 લાખનો દંડ વસુલ કર્યો હતો. પોલીસની આ ઝુંબેશ વધ્ાુ અસરકારક રીતે શરૂ રહેશે તેમ જણાવાયુ છે.