અમરેલી,સુરતથી તથા અમદાવાદ વડોદરા સહિતના બહારના જિલ્લામાંથી આવનારા અમરેલી જિલ્લાના લોકો તથા વતનીઓના વ્યવસ્થાપન માટે કલેકટરશ્રી દ્વારા યુધ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના 11 તાલુકામાં 31 જેટલા સરકારી કવોરન્ટાઇન સેન્ટર ઉભા કરી ત્યાં આરોગ્ય સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સહિતની સુવિધાઓ ઉભી કરી 29 જેટલા સ્થળો કામ ચલાઉ ધોરણે સંપાદીત કરવામાં આવ્યા હતા દરેક સેન્ટર ઉપર ઇન્ચાર્જ અને સબ ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં સુરત, અમદાવાદ, વડોદરાથી આવનાર દરેક માટે ચાવંડ ચેકપોસ્ટે ચેકીંગ કરી પ્રવેશ આપવામાં આવશે જ્યારે અમરેલી જિલ્લામાંથી પસાર થતા હોય પણ રાજકોટ, જુનાગઢ જેવા બીજા જિલ્લામાં જનાર લોકો માટે ઢસાની સતાધાર જીવાઇ ચોકી ઉપર ચેકીંગ કરી પ્રવેશ આપવામાં આવશે તેનો રૂટ ચાવંડ, બાબરા, કોટડાપીઠા રહેશે જ્યારે અમરેલી જિલ્લામાં પ્રવેશનારે ફરજિયાત ચાવંડ ચેકપોસ્ટ ઉપર જ ચેકીંગ કરી પ્રવેશવાનુ રહેશે તેવો હુકમ પણ કલેકટરશ્રીએ જારી કર્યો છે.સુવા, રહેવા, જમવા અને ટોઇલેટની સુવિધા સાથે અમરેલીમાં ખેડુત તાલીમ કેન્દ્રમાં 450, આદર્શ નિવાસી શાળામાં 400 અને ચિતલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં 350 લોકોની સુવિધા કરવામાં આવી છે જ્યારે કુંકાવાવમાં બ્રહ્મ પેલેસમાં 250 નીચેના હોલમાં 100, અમરાપુર બીસીએ કોલેજમાં 250, વડિયા પટેલ સમાજ વાડીમાં 100, લુહાણા મહાજન વાડીમાં 150, વિનાયક વિદ્યામંદિરમાં 150 અને સોરઠીયા મહાજન વાડીમાં 100 લોકોની વ્યવસ્થા કરાઇ છે તથા લાઠીમાં તાલુકા શાળા નં.1માં 300 અને દામનગરની એમસી મહેતા હાઇસ્કુલમાં 135 તથા ધારીમાં કૃષિ યુનીવર્સીટીમાં 100 લુહાણા મહાજન વાડીમાં 105, લેઉવા પટેલ વાડીમાં 160, લાડુબેન પટેલ વાડીમાં 150 અને ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર સંચાલીત કોલેજમાં 100 લોકોની સગવડતા કરાઇ છે.બગસરામાં લેઉવા પટેલ સમાજ વાડીમાં 150, નાલંદા શૈક્ષણિક સંકુલમાં 500 તથા ખાંભાની ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં 1000 અને પ્રજાપતી સમાજ જ્ઞાતીની વાડીમાં 100 તથા રાજુલામાં ભેરાઇ રોડની મોડેલ સ્કુલમાં 121 અને જાફરાબાદની મોડેલ સ્કુલ વાપાળીયા વિસ્તારમાં 300 બેડની વ્યવસ્થા કરાઇ છે સાવરકુંડલામાં એસએમજીકે ગર્લ્સ, બોય સ્કુલમાં 300, કાનજીબાપુ ઉપવનમાં 50 અને ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજમાં 80 અને લીલીયામાં પટેલ વાડીમાં 400 તથા ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં 400 લોકોની સુવિધા ઉભી કરાઇ છે.કલેકટરશ્રી દ્વારા આ સેન્ટરોમાં ઇન્ચાર્જ તરીકે એન.એચ.જોષી, એસ.વી.બાંટવા, શ્રી હરીચરણ સ્વામી, એન.એસ.વઘાસીયા, સુરેશભાઇ ગેવરીયા, હસમુખભાઇ સોજીત્રા, રમેશભાઇ બરછા, ઇન્દ્રરાજસિંહ સિંધવ, રસીકભાઇ નીમાવત, નીમીષાબેન દવે, બાલુભાઇ સુહાગીયા, હીનાબેન ચાંવ, ડો. એમ.વી.રામદેવપુત્રા, એમ.બી. જોટવા, બી.એમ.ડોડીયા, પી.ડી.પટાટ, બી.બી.વસાણી, એમ.આઇ.તળાજીયા, વી.સી. વિઠલાણી, એસ.એમ.પટેલ, કે.એન.પટેલ, સંજયભાઇ સોસા, અસરફભાઇ ગોવિંદભાઇ પરમાર, ડો.કેતન કાનપરીયા અને સુનીલભાઇ ગોયાણી ની નિમણુંક કરાઇ છે.