જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ : કુંડલામાં ફફડાટ

અમરેલી, અમરેલી જિલ્લામાં શનિવારે કોરોનાનાં વધ્ાુ ચાર પોઝિટિવ કેસ આવ્યાં છે અને બે દિવસમાં વધ્ાુ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયાં છે. આજે તા.20 જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-19ના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. 10 દિવસ પહેલા અમદાવાદથી આવેલા અમરેલી શહેરની સિંધી સોસાયટીના 55 વર્ષીય પુરુષ, 18 જૂનના અમદાવાદથી આવેલા નવા ખીજડિયાના 50 વર્ષીય પુરુષ, અમદાવાદ અને રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા સાવરકુંડલાના 33 વર્ષીય પુરુષ અને 14 જૂનના અમદાવાદથી આવેલા કુંકાવાવના બાંટવા-દેવલીના 40 વર્ષીય પુરુષના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ, જિલ્લામાં કુલ 4 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને 14 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ 39 પોઝિટિવ કેસમાંથી હાલ 21 એક્ટિવ કેસ છે. જ્યારે સાવરકુંડલામાં પોઝિટિવ આવેલ પ્રૌઢ વ્યક્તિ અનેક લોકોનાં સંપર્કમાં આવેલ હોય સંખ્યા બંધ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે અને આ પ્રૌઢનાં સંપર્કમાં આવેલ સાવરકુંડલાનાં સેવાભાવી આગેવાનને પણ આજે કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયાં છે. હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા તમામને કોરેન્ટાઇન કરવાની તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં અમરેલીનાં સરદારનગરમાં રહેતા અને મુંબઇથી 18મીએ આવેલ 29 વર્ષનાં યુવાન તથા 18મીએ પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલ કોટડાપીઠાનાં 26 વર્ષનાં યુવાન તથા ખાંભાનાં તાલડા ગામનાં તા.11મીએ સુરતથી આવેલ 45 વર્ષનાં આધ્ોડ અને બગસરાનાં રફાળા ગામનાં 19મીએ રાજકોટથી આવેલ 20 વર્ષનાં યુવાન તથા સાવરકુંડલાની રેડક્રોસ સોસાયટીમાં રહેતા અને પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલ 47 વર્ષનાં સેવાભાવી અને અમરેલીની બ્રાહ્મણ સોસાયટીનાં ગોપાલનગર-2 માંથી 55 વર્ષનાં પ્રૌઢાને કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.
જ્યારે મુંબઇથી ત્યાં પોઝીટીવ આવેલા સાવરકુંડલાનાં અભરામપરાનાં પ્રૌઢ દસ દિવસની સારવાર લઇ અમરેલી આવી જતાં અને તેને 14 દિવસનો પીરીયડ પુરો ન થયો હોય સાવચેતી માટે શંકાસ્પદ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.