જિલ્લામાં વિજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં હજુ 7 દિવસ થશે

  • વાવાઝોડાને આજે દસમો દિવસ થયો છતા ધારી, કુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદનાં ગામડાઓમાં વિજ પુરવઠો બંધ
  • પીજીવીસીએલ દ્વારા અવિરત કામગીરી છતા મહા ભયંકર નુકશાનને કારણે તમામ વાયરીંગ નવેસરથી થઇ રહયુ હોય પાંચ તાલુકામાં વિજ પુરવઠો પુન:સ્થાપિત કરવા વિજકર્મીઓ સતત કામગીરીમાં વ્યસ્ત

અમરેલી,
વાવાઝોડાને આજે દસમો દિવસ થયો છતા ધારી, કુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદનાં ગામડાઓમાં વિજ પુરવઠો બંધ છે અને આખા જિલ્લામાં વિજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં હજુ 7 દિવસ થશે તેમ જણાવી લોકોને ધીરજ રાખવા અપીલ કરાઇ છે.અમરેલી જિલ્લામાં રાજ્યના વિવિધ જિલ્લાની ટીમો તથા બિહાર અને બંગાળથી શ્રમિકો લાવી કામગીરી શરૂ કરાઇ છે વિજ પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે પીજીવીસીએલ દ્વારા અવિરત કામગીરી છતા મહા ભયંકર નુકશાનને કારણે તમામ વાયરીંગ નવેસરથી થઇ રહયુ હોય પાંચ તાલુકામાં વિજ પુરવઠો પુન:સ્થાપિત કરવા વિજકર્મીઓ સતત કામગીરીમાં વ્યસ્ત છે અને ધારી તાલુકામાં સંભવિત આજે તા.28મી એ, સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં તા.30મીએ, રાજુલા તાલુકામાં તા.31મીએ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં તા.4 જુને વિજ પુરવઠો સંભવિત પુન:સ્થાપિત થાય તેવી શક્યતા દર્શાવાઇ છે.