જિલ્લામાં શુકન કરાવતું કરકીયા નક્ષત્ર : કુંડલા, બાબરા, ખાંભા, લીલીયા પંથકમાં માવઠું

અમરેલી,અમરેલી જીલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનું કમૌસમી વરસાદનું વાતાવરણ ઉભુ થતા બપોર સુધી આકરો તાપ અને બપોર બાદ આકાશમાં વાદળો છવાતા દામનગરમાં રવિવારે ગાઝવીજ સાથે અડધો ઈંચ વરસાદ પડયો હતો. આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા પવનની વાજડી અને ગાજવીજ સાથે ખાંભા તાલુકાના દલડી,તાલડા,ધ્ાુંધવાણામાં વરસાદ પડતા લોકોએ ગરમી માંથી રાહત મેળવી હતી. જ્યારે વંડાનાં નાળ,જેજાદ ગામમાં બપોર બાદ સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે.
તેમજ લીલીયા સહીત ગ્રામ્ય વિસ્તારો કુતાણા,ખારા, ભોરીંગડા,નાનાલીલીયા, હાથીગઢ, ઢાંગલા, સનાળીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવનની વાજડી સાથે ઝાપટાથી લઈને અડધા ઈંચ જેવો વરસાદ પડયો હતો. જ્યારે બાબરામાં સાંજનાં આકાશમાં વાદળો છવાતા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તાારોમાં વરસાદ પડયાનું આમારા પ્રતિનિધીઓએ જણાવ્યું છે. કમૌસમી વરસાદ ના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન થશે તેમ જાણવા મળી રહયું છે.