જિલ્લામાં સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક બોલાવો:શ્રી ઠુંમર

  • જિલ્લા અને તાલુકા મથકોએ ઘણા સમયથી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી નથી તેથી પ્રશ્ર્નો અને વિકાસ કામો અટકી પડયા છે : શ્રી ઠુંમર
  • વિધાનસભા અને લોકસભાનું સત્ર પણ યોજાયું હતું તો પછી અમરેલી જિલ્લામાં પ્રજાના કાર્યો માટે આવી બેઠક બોલાવવા વાંધો શુ છે?:શ્રી ઠુંમરનો વેધક સવાલ
  • શ્રી નિર્લિપ્ત રાયની કામગીરીને કારણે આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ધારીમાં લોકોએ કડક કાયદો અને વ્યવસ્થા જોયા

અમરેલી,કોવિડ19ના કારણે જિલ્લા અને તાલુકા મથકે મળતી સંકલનની બેઠક અને ફરિયાદ સમિતિની બેઠક ઘણા સમયથી બંધ છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનું નિવારણ તેમજ વિકાસના કામો અટકી પડ્યા છે ત્યારે જિલ્લામાં આવી બેઠકો તુરત શરૂ કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટરને સૂચન કરવામાં આવે તેવા પ્રકારની રજુઆત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના સામાન્ય વહીવટવિભાગના અધિક સચિવને પત્ર પાઠવી રજુઆત કરેલ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે જિલ્લા અને તાલુકા મથકે સંકલન બેઠક અને ફરિયાદ બેઠક નહિ મળવાના કારણે લોકો અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અટકી પડ્યા છે તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના અને જિલ્લા અને તાલુકા મથકે આવા પ્રકારની બેઠકો યોજાઈ રહી છે વળી વિધાનસભા અને લોકસભાનું સત્ર પણ યોજાયું હતું તો પછી અમરેલી જિલ્લામાં પ્રજાના કાર્યો માટે આવી બેઠક બોલાવવા વાંધો શુ છે? તેવો વેધક સવાલ પણ કરવામાં આવ્યો હતો ત્યારે કોવિડ19ના નિયમો પ્રમાણે અમરેલી જિલ્લામાં તુરંત સંકલન બેઠક અને ફરિયાદ સમિતિની બેઠક શરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અંતમાં વ્યક્ત કરવામાં આવી છે