જિલ્લામાં 270 નાના-મોટા ઉદ્યોગોનો પ્રારંભ કરાવતા કલેકટર

અમરેલી,અમરેલી જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી વચ્ચે જનજીવન શરૂ કરવા અને ગરીબોને રોજી મળી રહે તે પ્રકારે કેન્દ્ર સરકારના તબકકાવાર છુટ આપવા કલેકટરશ્રી આયુષકુમાર ઓક દ્વારા પ્રયાસના ભાગરૂપે જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં 270 નાના-મોટા ઉદ્યોગોનો પ્રારંભ કરાવાયો છે.રાજુલા પંથકમાં હજારો લોકોને રોજી આપતા મોટા ઉદ્યોગો શરૂ કરી દેવાયા છે. અને ગ્રામ્ય કક્ષાએ નાના ઉદ્યોગો સહિત 270 જેટલા એકમોનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.