જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

અમરેલી,
જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. નલ સે જલ કાર્યક્રમ (જળ જીવન મિશન) અન્વયે લીલીયા તાલુકાના મુખ્ય મથક મોટા લીલીયા ખાતે આંતરિક પાણી વિતરણ યોજનાની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી, જિલ્લા કલેકટરશ્રીએ આ કામગીરી માટે રૂ.10,96, 70,837 યોજનાને આજની આ બેઠકમાં બહાલી આપી હતી. મહત્વનું છે કે, આ કામ થતાં ગ્રેવીટી મેઈન પાઇપલાઇન, મેઈન પાઇપલાઇન, ઊંચી ટાંકીઓ, સમ્પ મેઈન હેડ વર્કસ, પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, કંપાઉન્ડ વોલ, મરામત અને નિભાવ ખર્ચ સહિતની સુવિધાઓ મોટા લીલીયા ગામને મળશે. આ સાથે ગામની પાણી સંબંધિત સમસ્યાઓનું નિવારણ થશે. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ શ્રી વામજાએ કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જાહેર યાંત્રિક વિભાગના ભૂસ્તરશાસ્ત્ર શ્રી પંચાલ, સહિત સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, તજજ્ઞ શ્રી જ્યોત્સનાબેન ભગત ઉપસ્થિત રહ્યા હતા.