જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખપદે શ્રી મુકુંદભાઇ મહેતાની વરણી

અમરેલી,

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનાં આગામી નવી ટર્મના હોદેદારની નિમણુંક કરવા હેતુ તા.17-9 ના રોજ અમરેલી ખાતે અમરેલી જીલ્લાના તમામ ઘટકના પ્રમુખ અને સમગ્ર ટીમ સમાજના અગ્રણીની ઉપસ્થિતીમાં જીલ્લા પ્રમુખ તનસુખભાઇ ઠાકરનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી. સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના આગેવાન અને નિરંતર ચેતનભાઇ પંચોલીની ઉપસ્થિતીમાં જીલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી પાર્થિવભાઇ જોષી દ્વારા સમગ્ર મીટીંગનું સંચાલન શરૂ કરવામાં આવેલ હતુ. તે મીટીંગમાં અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મુકુંદભાઇ મહેતા મહામંત્રી તરીકે ભગીરથભાઇ ત્રિવેદી ઉપપ્રમુખ તરીકે સિધ્ધાર્થભાઇ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. આ મીટીંગમાં બ્રહ્મસમાજના આગેવાન વડીલ શ્રી મુળશંકરદાદા તેરૈયા, સૌ. કચ્છ બ્રહ્મસમાજના સભ્ય અશ્ર્વિનભાઇ ત્રિવેદી, પરાગભાઇ ત્રિવેદી પુર્વ પ્રમુખ ઉદયનભાઇ ત્રિવેદી, તુષારભાઇ જોષી, બકુલભાઇ પંડયા, રાજન જોષી, બાબરાથી નરૂભાઇ ત્રિવેદી, દામનગરથી કિશોરભાઇ ભટ, રાજુલાથી કનકભાઇ જાની, બીપીનભાઇ જોષી, ખાંભા અંબરીષાઇ જોષી, સા.કું ડલાથી વિજયભાઇ જોષી, કુંકાવાવથી શશીભાઇ જોષી, બાબરાથી હસુભાઇ જોષી, વડીયાથી અશ્ર્વીનભાઇ મહેતા, કિરીટભાઇ જોષી, બગસરાથી જીલ્લા મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ બીનાબેન એસ. ત્રિવેદી, મહામંત્રી નયનાબેન આચાર્ય, શહેર મહિલા બ્રહ્મસમાજના પ્રમુખ નિકુબેન પંડયા, યુવા બ્રહ્મસમાજના પ્રમુખ ભાવીન ભટ, જીલ્લા યુવા મહામંત્રી તેજસ ત્રિવેદી, અજયભાઇ પંડયા, બ્રહ્મ સમાજના આગેવાન શશીકાંતભાઇ જાની, ઘનશ્યામભાઇ જોષી, મૌલીક ઉપાધ્યાય, નિલેશભાઇ જાની, નરેશભાઇ મહેતા, ચીરાગભાઇ ત્રિવેદી, ઔદિચ્ય બ્રહ્મ બંધ્ાુઓ ઉપસ્થિત રહયા હતા. આગામી સમયમાં સંગઠન વધ્ાુ મજબુત બનાવી શીક્ષણ, આરોગ્ય અને સર્વ હિતાર્થે કાર્યક્રમ કરવા હેતુ સંકલ્પ કરેલ .