જિલ્લા ભાજપના પ્રમુખપદે શ્રી કૌશિક વેકરિયાની વરણી

  • સૌને સાથે લઇ ચાલતા યુવાનો માટે આદર્શ એવા આગેવાનની વરણીથી ભાજપના કાર્યકરોમાં લાપસીના આંધણ મુકાયા
  • જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની આવી રહેલી ચૂંટણીઓમાં ભાજપનો પરછમ લહેરાવવા માટે તેજીલા તોખાર જેવા આગેવાનને જવાબદારીઓ
  • ડાયનેમીક યુવાન આગેવાનની જિલ્લા ભાજપના પ્રમુખપદે થયેલી વરણીથી ભાજપના પાયાના કાર્યકરો અને શુભેચ્છકોમાં હરખની હેલી ચડી 

અમરેલી,
અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખપદે અમરેલી જિલ્લાના તેજીલા તોખાર જેવા યુવાનોના આદર્શ એવા શ્રી કૌશિક વેકરિયાની વરણી કરાતાા ભાજપમાં લાપસીના આંધણ મુકાયા છે.
એક સમયે ભાજપનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી જિલ્લા અને તાલુકા પંચાયતો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓમાં કોંગ્રેસ છવાઇ ગઇ હતી અને તેમાય બાકી હતુ તો જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા બેઠકો ઉપર પણ કોંગ્રેસે કબજો કર્યો હતો હવે અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચુંટણીઓ આવી ગઇ છે તેવા સમયે ભાજપની નેતાગીરીએ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જિલ્લા ભાજપના મહામંત્રી અને જિલ્લાના યુવાનોમાં ખાસ્સા પ્રિય એવા ડાયનેમીક આગેવાન શ્રી કૌશિક વેકરીયાની ભાજપના મોવડી મંડળ દ્વારા પસંદગી થતા અમરેલી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં હરખની હેલી ચડી છે.
યુવાનોના આદર્શ એવા શ્રી કૌશિક વેકરિયાને જિલ્લા ભાજપના ્પ્રમુખપદની જવાબદારી સોપાયાના સમાચાર મળતા વિનમ્ર એવા શ્રી કૌશિક વેકરિયા ઉપર અભિનંદનનો ધોધ વહેતો થયો છે અને તેમના હજારો શુભેચ્છકો તથા મિત્રો સ્નેહીઓમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું છે શ્રી વેકરિયા ફરિ અમરેલી જિલ્લાને ભાજપનો ગઢ બનાવે તેવી શુભકાનાઓ નો ધોધ તેમનો ઉપર વહી રહયો છે.