જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફિઝીકલી વર્ગો અંગે શાળાઓની ઓચિંતી વિઝીટ કરાઇ

અમરેલી,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.9 થી 12 ના ફિઝીકલ વર્ગો શરૂ થયા ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતી શાળાઓની ઓચિંતી વિઝીટ કરી સુવિધાઓ અને એસ.ઓ.પી. નું પાલન અંગે નિરીક્ષણ કરવાનું શરૂ કરેલ છે. આજે વિદ્યાસભા શાળામાં નિરીક્ષણ હાથ ધરેલ હતુ. નિરીક્ષણ સમયે સુવિધાઓ અને સંસ્થાના નિયમો પાલન અંગે માહિતી મેળવી હતી અને આ વ્યવસ્થાને પ્રેરણારૂપ ગણાવી હતી. અમરેલીની તમામ શાળાઓમાં નિયમોનું પાલન થાય જ છે તેમ છતા નાના નાની બાબતોનું યોગ્ય ધ્યાન આપવામાં આવશે તો આગામી સમયમાં પ્રાથમિક શાળાઓ પણ ટુંક સમયમાં જ ફિઝીકલી શરૂ થઇ શકશે. અમરેલી જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે શિક્ષણ વિભાગે યોગ્ય સમયે ફિઝીકલી શાળા શરૂ કરવાના નિર્ણયને વિદ્યાર્થીઓના ભાવિ અંગે ગંભીરતા દર્શાવી તે યોગ્ય છે.