જીએચસીએલ કંપની લીઝની જગ્યા ખાલી ન કરે તો આંદોલન

  • જીએચસીએલ કંપનીને હટાવવા માટે આદેશ આપવા માંગ સાથે લોકો આક્રમક બન્યાં
  • સરકાર દ્વારા જીએચસીએલ કંપનીની લીજ રીન્યુ ન કરવા ઉઠેલી માંગ ઉઠી
  • રાજ્યનાં મુખ્ય સચિવ સહિતને જાફરાબાદ, વઢેરા, કડિયાળીનાં ખાતેદાર ખેડુતોએ પોતાની ખેતીની જમીનને નુક્શાન થતા વાંધા અરજી સાથે ઉગ્ર રજુઆત કરી
  • ખેડુત ખાતેદાર તથા આજુબાજુનાં ગ્રામજનોનીે જીએચસીએલ સામે આંદોલન માટે સહમતી

રાજુલા,
સરકાર દ્વારા જીએચસીએલ કંપનીની લીઝ રિન્યુ ન કરે અને વહેલી તકે જીએચસીએલ કંપનીને ત્યાથી હટાવવા માટે આદેશ આપે તેવી માંગણી કરી છે. જો જીએચસીએલ કંપની તે જગ્યા ખાલી નહી કરે તો ખેડુત ખાતેદારો તેમજ આજુબાજુનાં ગ્રામજનો મોટુ આંદોલન કરવા તૈયારી કરી રહ્યાં છે. જેમાં ખેડુત ખાતેદારો અને ગ્રામજનોએ પણ સહમતી આપતા જાફરાબાદ, વઢેરા, કડિયાળીનાં તમામ ખેડુત ખાતેદારોએ મુખ્ય સચિવ, કલેક્ટર, પ્રાંતઅધિકારી રાજુલા સહિતને વાંધા કરજી આપી જણાવ્યું છે કે, આ ગામોમાં જીએચસીએલ કંપની સામે સતત વાંધો છે. ખેતીલાયક જમીનમાં ખારાશને કારણે જમીન હવે ખેતી લાયક રહી નથી. કંપનીમાં મીઠાનું ઉત્પાદન કરવાને કારણે આજુબાજુનાં વિસ્તારનાં ખેડુતો બેરોજગાર બન્યા છે અને જમીનનાં તળનાં પાણી ખારા બની ગયાં છે અને જમીન બંજર બની જતાં વાવણી લાયક રહી નથી. જીએચસીએલ કંપનીનાં મોટાપાળાની બાંધ હોવાથી બાજુના વિસ્તારોમાં પાણી નિકાલ થતો નથી અને ગામમાં પાણી ભરાય જાય છે. ચોમાસામાં લોકોનાં ઘરમાં પણ પાણી ઘુસી જાય છે અને કફોડી હાલત થાય છે. અહીં 55થી 60 વર્ષનાં લોકોને ઘુંટણનાં દુખાવા અને બિમારી પણ લાગુ પડી જાય છે. જીએચસીએલ કંપની દ્વારા મીઠા ને બીજા સ્થળે ટ્રાન્સપોર્ટ કરવામાન આવે ત્યારે મેઇન ડામર રોડ ઉપર મીઠુ ઢોળાવાથી રોડ રસ્તાને પણ નુક્શાન થાય છે તેની સરકાર દ્વારા તપાસ કરાવી જોઇએ અને કંપનીને 31-8-10થી 19-8-18 સુધી લીઝ ભાડે આપેલ હતી. ત્યાં સુધીમાં સરકાર દ્વારા કોઇ બાબતની તપાસ કરવામાં આવેલ નથી.
ગામમાં સ્કુલ, હોસ્પિટલ જેવી સુવિધા અપાઇ નથી. ર ોજગારી આપવામાં પણ શરત ભંગ થયેલ છે. જમીનનાં કુવા, બોરીંગ, બાંધકામ બ્રિજ તથા સ્ટોક, જમીનનાં ખોદાણ કરી પાળા વિગેરે પ્રશ્ર્નો છે. અને શરતોનું ઉલંઘન કરેલ છે. તેની તપાસ કરી પગલા લેવા તથા લીઝ ખાલી કરવાી નાખવામાં આવે તેની પણ માંગ કર્યાનું સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.