અમરેલી,જીએસએસએસબી દ્વારા આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સટ્રકટરની 2367 જગ્યાઓ ભરવા એપ્રિલમાં જાહેરાત થઇ હતી અને લેખીત કસોટી બાદ સીપીટી ટેસ્ટ લેવાય ગયેલ છે એક વર્ષ જેવો સમય થયો છતા અંતિમ પરિણામ જાહેર કરવામાં આવેલ નથી તે આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે હળાહળ અન્યાય છે સરકાર તમામ ભરતીઓને અટકાવી દે છે .
પરંતુ એલઆરડી કોન્સટેબલોની ભરતીનું પરિણામ જાહેર કરી ભરતી પુર્ણ કરી શરતોને આધિન નિમણુંક આપી દેવાયેલ છે આ તે જ ભરતી છે જેનો હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ છે જો શરતોને આધિન નિમણુંકો અપાતી હોય તો આઇટીઆઇમાં ભરતી ક્યા કારણોસર અટકાવી છે તુરંત ભરતીનું પરિણામ જાહેર કરવા મુખ્યમંત્રીશ્રી રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું વિરજીભાઇ ઠુંમરે જણાવ્યુ છે.