અમરેલી,અમરેલીમાં જાણીતા કથાકાર શ્રી જીજ્ઞેશ દાદા(રાધે રાધે)દ્રારા તથાસ્તુ વિધાપીઠના ભુમીપુજન અને શ્રીમદ ભાગવત કથામૃતનો ભવ્ય પ્રારંભ થતા જનમેદની ઉમટી પડી હતી ગત તા.2 ના રોજ શ્રી જીજ્ઞેશ દાદાના માતા પિતા શ્રી જયા બા અને ભાઇ શંકરદાદા હસ્તે ભુમિપુજન બાદ પંચદિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ સાથે બપોરના 2:30 થી 6:30 સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં જનમેદની ઉમટી પડી હતી દેશ વિદેશમાંથી અનેક સંતો મહંતો અને ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં ભાગવત કથાનું રસપાન કરાવાયું હતુ પ્રથમ દિવસે ભાગવત રુષિ અને જય વસાવડા બાદ હર્ષલ માંકડનું વ્યાખ્યાન પણ યોજાયું હતું શનિવારથી સતત લોકડાયરા યોજાતા કલાકારોએ જમાવટ કરી હતી જીજ્ઞેશ કવિરાજ, અલ્પા પટેલ, ઉર્વશી રાદડીયા, મયુર દવે, સાગરદાન ગઢવીએ રાત્રે ડાયરાની જમાવટ કરી હતી કથા દરમિયાન વિવિધ પ્રસંગોની પણ ઉજવણી થઇ રહી છે.આજે નૃસિંહ પ્રાગટયનીભવ્ય ઉજવણી કરી હતી શ્રી જીજ્ઞેશદાદાના શ્રીમુખેથી ભાગવત કથાના આચાર્ય તરીકે શાસ્ત્રી રાજનભાઇ દવે સેવા આપી રહયા છે.ભાગવત કથાને કારણે અનેરો ધાર્મિક માહોલ સર્જાયો છે.