જીલ્લામાં અતિવૃષ્ટિ તથા પૂરથી ધરતીપુત્રોને પાકમાં થયેલ નુકશાનનુ સર્વે કરી વળતર ચુકવવા રજુઆત

  • અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષ સંઘાણી દ્વારા
  • મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને કૃષિમંત્રીશ્રી ફળદુને તથા પ્રભારીમંત્રી શ્રી જાડેજાને રજુઆત કરી 

અમરેલી,
અમરેલી જીલ્લામાં ચાલુ સોમાસામાં સારા વરસાદના કારણે જીલ્લાની તમામ જળાસયોમા પાણીની સારી આવક થય છે. જેનાથી સેકડેમ,ડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે. જ્યારે નદીઓમાં પૂર અવવાથી નદી કાઠાના ખેતરોમાં જમીનનુ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે. તેમજ જીલ્લામાં 150% થી વધુ વરસાદ થયો હોય જેના કારણે જીલ્લામાં ખેતી સાથે સંકળાયેલા ખેડુતોને સતત વેર્ષેલા વરસાદના કારણે ઉભા પાક બળી ગયો છે. અને મોટા પ્રમાણમાં નુકશાની થયેલ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી , રાજ્યના ક્રૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુ અને પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસીંહ જાડેજાને પત્ર પાઠાવી જણાવાયુ કે, ખેતરમાં ઉભા પાકો બળી ગયા છે. જેનો તાકીદે અમરેલી જીલ્લામાં સર્વે કરી ખેડુતોને નુકશાનીની સહાય ચુકવવા અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા શ્રી મનીષ સંઘાણી દ્વારા માંગણી સહ રજુઆત કરવામાં આવી.