જીલ્લામાં અવિરત મેઘમહેર : વધુ અડધાથી ત્રણ ઇંચ

સારા વરસાદના કારણે જીલ્લામાં નદી નાળાઓ વહેતા થયા : જળાશયોમાં નવા નીર આવ્યા : સારા વરસાદના કારણે નદી નાળા છલકાતા કેટલાક ચેક ડેમો ભરાઇ ગયાં

પવનની વાઝડી સાથે કેટલાય સ્થળોએ વૃક્ષો ધરાશાયી બની જતાં માર્ગો બંધ થયા : જિલ્લામાં વરસાદના કારણે કેટલાક સ્થળોએ વીજળી પણ ગુલ થઇ ગઇ

અમરેલી,
અમરેલી જીલ્લામાં અવીરત પણે છેલ્લા ચાર દિવસથી સચરાસર વરસાદથી ખેડૂતોએ લાપસીના આંધણ મુક્ીને વાવણીના શ્રી ગણેશ કર્યા છે. તેમજ જીલ્લામાં કેટલાક ખેડૂતોએ ભગવાન ભરોસે કોરામાં વાવેતર કરેલ જેના ઉપર ત્રણ થી ચાર સારા વરસાદ પડી જતાં વાવેતર ઉપર કાચુ સોનુ વરસ્યુ છે. રવિવારે પણ અમરેલી જીલ્લામાં અવીરત પણે વધ્ાુ અડધાથી ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. કેટલાક સ્થળોએ પવનની વાઝડી સાથે કેટલાય સ્થળોએ વૃક્ષો ધરાશઇ બની જતાં માર્ગે બંધ થયા હતા. તેમજ વરસાદના કારણે કેટલાક સ્થળોએ વીજળી પણ ગુલ બની હતી. સારા વરસાદના કારણે જીલ્લામાં નદી નાળાઓ વહેતા થયા હતા. અને જીલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા હતા. સારા વરસાદના કારણે નદી નાળા છલકાતા કેટલાક ચેક ડેમો ભરાયા હતા. સાવરકુંડલાના થોરડીમાં અનરાધાર વરસાદથી ચેક ડેમો છલકાયા છે. અમરેલી જીલ્લા ભીમ અગિયારસના શુકન સચવાયા બાદ રોણ નક્ષત્રમાં સારા વરસાદ થતા સારૂ વર્ષ થવાની ધારણા છે. અમરેલીમાં રવિવારે સવારના અડધાથી પોણા ઇંચ જેવો વરસાદ પડી જવાથી માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા પોણા ત્રણ ઇંચ જેવો, રાજુલા બે ઇંચ, સાવરકુંડલા બે ઇંચ, ચિતલમાં ત્રણ ઇંચ, બગસરા એક ઇંચ, ધારી સવા ઇંચ, લીલીયામાં એક ઇંચ, વડિયા પોણો ઇંચ, લાઠીમાં જોરદાર ઝાપટુ પડયુ હતું. સાવરકુંડલા તાલુકાના થોરડીમાં અનરાધાર વરસાદ પડવાથી ચેક ડેમો ઓવરફલો થયા હતા. ચલાલામાં દોઢ ઇંચ, ડેડાણમાં ધોધમાર વાવણીજોગો વરસાદ પડયો હતો. ચિતલ અને અને પાસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડવાથી ઠેબી નદીમાં પુર આવ્યુ હતું. જેના કારણે માચીયાળા પાસે આવેલ ચેક ડેમ ભરાયો હતો. અમરેલી ઠેબી ડેમમાં પણ નવા નીરની આવક થઇ હતી. જયારે ધાતરવડી – 1 માં પાંચ ફુટ નવા નીરની આવક થયેલ છે. રાયડી, સૂરજવડી, ધાતરવડી – 2 જેવા જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ચાવંડમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો. જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. અને જીલ્લામાં આજે પણ અવીરત પણે વરસાદ શરૂ રહયો છે. ખાંભામાં છેલ્લા ત્રણેક દિવસથી શહેર અને તાલુકા ભરમાં મેઘરાજાની અસીમ કૃપા વરસી રહી છે.
અને ભારે પવન સાથે વરૂણદેવે મુકામ કરતા વૃક્ષોનો સોથ વળી જતાં વાહન વ્યવહારને અસર પડી હતી. તા. 05 ની રાત્રીના ખાંભા – ઉના વાયા બેડીયા રોડ ઉપર ભારે પવન ફુકાતા રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા. માર્ગ – મકાન સ્ટેટ દ્વારા રાત્રીના સમયે પચપચીયા, ધ્ાુંધવાણા, બોરાળા ગામો વચ્ચેેથી પસાર થતાં સ્ટેટ હાઇવે ઉપર ત્વરીત કાર્યવાહી કરી રોડ ઉપર પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરી વાહન વ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો. પવન સાથે ભારે વરસાદ પડતા જાફરાબાદ – ખાંભા સ્ટેટ હાઇવે 90 ઉપર ભાવરડી – ખાંભા – ડેડાણ વચ્ચે વર્ષો જુના અનેક વૃક્ષો પડી ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયા હતા. માર્ગ – મકાન સ્ટેટ અમરેલી અને રાજુલાને જાગૃત આર.ટી.આઇ. કાર્યકરે જાણકરતા માર્ગ – મકાન સ્ટેટ રાજુલા દ્વારા રોડ ઉપર મૂળમાંથી ઉખડી ગયેલ વૃક્ષો હટાવવાની કામગીરી કરીને ફરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.
વડિયા
વડિયા થી અમરેલી રોડ ઉપર સૂર્યપ્રતાપ ગઢ રોડ ઉપર બાવળ નું ઝાડ પડતા રોડ બ્લોક થયો હતો અને જોરદાર પવન ફૂંકાતા આ વૃક્ષ પડી ગયું હોય સાથે પવન સાથે વરસાદ ની સવારી પણ આવી પહોંચતા ખેડૂતો માં ખુશી નો માહોલ છાવાયો છે.
વિજપડી
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં ધોધમાર વરસાદ પડતા તેમજ આજુબાજુના વિસ્તાર ના ગામોમાં નદી ઓ મા નવા નીર આવતા લોકો તેમજ ખેડુતો મા હરખની હેલી વિજપડી મા વરસાદની આગમન થી લોકો ખુશખુશાલ થયા ને નવા નીર ને વધાવ્યા છે તેમ સંજય વાઘેલા એ અખબારી યાદી મા જણાવેલ છે.
નાગધ્રા
ભારે વરસાદને કારણે ધારી તાલુકાનાં ધારગણી નજીકનાં નાગધ્રા ગામે શેલનદી બે કાંઠે આવી હતી.
મોટા આગરીયા
મોટા આગરીયા ગામે ભારે વરસાદ ના લીધે એક મકાન ધરાશયી થતા આંખો પરીવાર અંદર ડતાટા ગામ લોકો બહાર કાઢી રાજુલા હોસ્પિટલે ખસેડાયા હતા.રાજે રાત્રે બે વાગે બાબુભાઈ ભીખાભાઇ પરમાર નો પરીવાર ધર માં સુતા હતા ત્યારે અચાનક મકાન પડતા ગામ લોકો બહાર કાઢી લીધા હતા.
વડિયા
કોરોના કાળ માં ખેડૂતો ની સામે આજે ઈશ્વર દ્વારા સામે જોયા સામાન સાંજ ના સમયે વડિયા માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરીવળ્યાં હતા.અને વાતાવરણ માં પણ ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થવાથી આ વિસ્તારના ખેડૂતો માં પણ ખુશીનો માહોલ છવાયો હતો. અને ઉનાળા ની ભરપૂર ગરમીમાં વરસાદ આવતા બાળકો એ પણ વરસાદ માં ન્હાવા નો આનંદ માન્યો હતા.
ધારી
આજે બપોરે સાડાબાર વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવા લાગેલ જેને લઈ રોડ પરથી પાણી વહી જતા લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી, સાથોસાથ કેરીના પાકને વ્યાપક નુકસાનીના સમાચારો સાંપડી રહ્યા છ
ે સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના વાતાવરણ માં પલટો આવ્યો હતો અને સાવરકુંડલા તથા આસપાસ ના ગામોમા ઘોઘમાર વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક નો અહેસાસ થયો હતો અમરેલી જીલ્લાના મોટાભાગના તાલુકા સાવરકુંડલા ના ગાધકડા લીખાળા રામગઢ મેરીયાણા આબરડી વીજપડી સહીતના ગામડા ઓમા વરસાદ વરસ્યો હતો અને અંબાજી – અમરેલી પીપાવાવ નેશનલ હાઈવે પર આંબરડી અને જાબાળ ગામ વચ્ચે વરસાદ સાથે ભારે પવન ફુંકાતા એક તોતિંગ વૂક્ષ હાઈવે પર ધરાશયી થતા હાઈવેની બન્ને સાઈડ પર વાહનોની એક એક કિલોમીટરની લાંબી લાઈનો લાગી ગઈ હતી બે કલાક સુધી વાહનોના ડ્રાઈવરો દ્વારા વૂક્ષ કાપી હટાવવાની કામગીરી કરી હતી છેવટે ઝાડ નહી હટતા સાવરકુ્ડલા રૂરલ પોલીસ ટીમ અને વન વિભાગની ટીમ આવી પહોંચી જેસીબીની મદદ લઈ આ તોતિંગ વૂક્ષને હટાવવાની કાયેવાહી શરૂ કરાઈ હતી છે.પવન ફુંકાતા આ હાઈવે પર અસંખ્ય વૂક્ષો ધરાશયી થયા છે.જાબાળ ગામના સરપંચ પણ મજુરો સાથે વૂક્ષ હટાવવા મદદે પહોંચ્યા હતા.
આંબરડી
સાવરકુંડલાના આંબરડી સહિતના ગામોમા વહેલી સવારે ધરતીપુત્રોએ પરંપરાગત રૂઢી મુજબ બળદ દ્વારા વાવણી કરી રહ્યા છે.આજનો દિવસ ખેડુતો માટે મહત્વપુણે દિવસ કહેવામા આવે છે. એટલે જ વષોેથી જગતના તાત આજના દિવસે લાપસીના આંધણ મુક્યા તેવુ કહેવામા આવે છે.સાવરકુંડલાના 20 થી વધુ ગામડાઓમા વાવણી લાયક વરસાદ થતા ખેડુતોએ આજે મગફળી, કપાસ સહિતના પાકોની વાવણી શરૂ કરી દીધી છે.આજે સાવરકુંડલાના આંબરડી ગામે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા આંબરડીથી કૂષ્ણગઢ જવાના માગે વચ્ચે ખીજડાનુ તોતીંગ વૂક્ષ માગે આડે ધરાશયી થઈ જતા દિવસ ઉગતા સૂધી માગે બંધ રહ્યો હતો, ખેતી મૌસમ ખુલતા ખેતરે જતા ખેડુત રાહદારીઓ અટવાયા હતા, બાદમા ખેડૂતો મળી ટ્રેક્ટર વડે ભારે જહેમત બાદ ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કરાતા પુન: અવર જવર શરૂ થઈ હતી.
લોર
ટીંબી નજીકના હેમાળ, લોર, માણસા, એભલવડ, ફાચરીયા, શેલણા, પીછડી, નીંગાળા પંથકમાં રવિવારે સારો વરસાદ થતાં ખેડુતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે તેમ ડીડી વરૂનો અહેવાલ જણાવે છે.