જીલ્લામાં જુગારની જામેલી બાજી ઉંધી વાળતા એસપી

અમરેલી,અમરેલી જીલ્લામાં તહેવારીયો જુગાર રમતા મહિલાઓ સહિત કુલ 40 શખ્સોને પોલીસે જુદા – જુદા સ્થળોએ દરોડાઓ પાડી રોકડ અને વાહન સહિત કુલ રૂા. 1 લાખ 80 હજાર નો મુદામાલ કબ્જે કર્યો હતો.
વડિયાના જંગરમાં રમેશ લાખા વસાણી, રાજુ કનુ વસાણી, જયસુખ લાલજી વસાણી, રમેશ બાવચંદ વાજા, જયંતી પોપટ વસાણીને એ. એસ.આઇ. પ્રભાતભાઇ ગારૈયાએ રોકડ રૂા. 7550/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. રાજુલાના ધુડીયા આગરીયામાં છગન ભીખા સોલંકી, સોમા ભીખા સોલંકી, દિલીપ પ્રવિણ બાબરી, ભાવેશ કથડ સોલંકી ને હે. કોન્સ. નિરજકુમાર દાફડાએ રોકડ રૂા. 3530/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અમરેલી તાલુકાના શેડુભાર ગામે અશોક કાળા શેલડીયા, પગદિપ નાનજી શેલડીયા, અમિત રમેશ વઘાસીયા, રાજુ ધીરૂ સાકરીયા, અમિત ખોડા સાકરીયા, હિતેષ બાબુ ગજેરા, કેતન મધ્ાું ગજેરા, કપિલ ત્રિકમ શેલડીયા, પંકજ ત્રિકમ શેલડીયા, પ્રદિપ જગદીશ માંડાણીને પો. કોન્સ. કિશનભાઇ સોલંકીએ રોકડ તેમજ ત્રણ બાઇક મળી કુલ રૂા. 1 લાખ 34 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ત્યારે ધારીમાં હિંમત નથુ મકવાણા, મિલન રસીક રાઠોડ, વિશાલ જેન્તી જેઠવા, નયનાબેન રાજેશભાઇ વાંજા, રામુબેન મધ્ાુભાઇ ચૌહાણ ને મહિલા લોક રક્ષક સ્નેહલબેને રોકડ રૂા. 1910/- ના મુદામાલ સાથે ઝડપી
પાડયા હતા. રાજુલામાં ભાનુબેન બાબુભાઇ, ગીતાબેન રામકુભાઇ બોરીચા, માકુબેન પ્રવિણભાઇ કામળીયા, રાજુ કનૈયાલાલ મેઘવાલ, લાલજી નટુ મુજાણી, વિજય અરવિંદ કોઠડીયા, બરકતશા અલારખશા કનોજીયા, અશોક ઉર્ફે મુનો ભીખુ ધાખડા, જોરૂ ભવાન વરૂ, સીદીકશા દાઉદશા સૈયદને હે. કોન્સ. મગનભાઇ પીછડીયાએ રોકડ રૂા. 30,890/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. બાબરાના હાથીગઢમાં રાહુલ કાથડ જાદવ, ભુપત ભીખા ઉર્ફે ભકા મકવાણા, રાજેશ સવજી જસાણીયા, સવજી હરજી જસાણીયાને હો. કોન્સ. બાબુભાઇ પરમારે રોકડ રૂા. 2400/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્ડમાં કુલ 15 શખ્સો બીપીનભાઇ બળદેવભાઇ નિમ્બાર્ક, ઉં.વ.36, રહે.મતીરાળા, તા.લાઠી., હરેનભાઇ ખીમજીભાઇ કાછડીયા, ઉ.વ.36, રહે.મતીરાળા, તા.લાઠી, ધીરૂભાઇ વિઠ્ઠલભાઇ ઘોડાસરા, ઉ.વ.46, રહે.મતીરાળા, તા.લાઠી, સંજયભાઇ મનસુખભાઇ ઘોડાસરા, ઉં.વ.32, રહે.મતીરાળા, તા.લાઠી, ભાવિનભાઇ પરબતભાઇ ઘોડાસરા, ઉં.વ.29, રહે.મતીરાળા, તા.લાઠી, પંકજભાઇ પરબતભાઇ ઘોડાસરા, ઉ.વ.39, રહે.મતીરાળા, તા.લાઠી, પ્રવિણભાઇ માધાભાઇ આદરોજા ઉ.વ.26 રહે મતીરાળા તા.લાઠીને પકડી પાડેલ છે. પોલીસે રોકડા રૂ.14,640/- તથા ગંજી પત્તાના પાના નંગ-52, કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.14,640/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. એજ રીતે લાઠીનાં બળદેવભાઇ શંભુભાઇ મકવાણા, ઉં.વ.29, રહે.મતીરાળા, તા.લાઠી., નરેશભાઇ મોહનભાઇ સોરઠીયા, ઉં.વ.37, રહે.મતીરાળા, તા.લાઠી., અમરભાઇ બાબુભાઇ મકવાણા, ઉં.વ.29, રહે.મતીરાળા, તા.લાઠી., દિનેશભાઇ પોપટભાઇ મકવાણા, ઉં.વ.39, રહે.મતીરાળા, તા.લાઠી. , જગદીશભાઇ મુળજીભાઇ મકવાણા, ઉં.વ.32, રહે.મતીરાળા, તા.લાઠી., 6/ તુષારભાઇ ઘનશ્યામભાઇ મકવાણા, ઉં.વ.25, રહે.મતીરાળા, તા.લાઠી., વિપુલભાઇ સાર્દુળભાઇ મકવાણા, ઉં.વ.28, રહે.મતીરાળા, તા.લાઠી. પિયુષભાઇ સુરેશભાઇ મકવાણા, ઉં.વ.26, રહે.મતીરાળા, તા.લાઠી.ને જુગાર રમતા પકડી પાડી રોકડા રૂ.12,210/- તથા ગંજી પત્તાના પાના નંગ-52 કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.12,210/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.