જીલ્લામાં 24 કલાકમાં દારૂનાં 60 દરોડા : 27 મહિલા ઝડપાઇ

  • અમરેલી જિલ્લામાં દેશી દારૂનાં ધંધામાં મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે
  • 8 શખ્સો પીધેલા ઝડપાયાં : પીવાના ઠેકાણાઓ ઉપર ત્રાટકવાનાં શ્રી નિર્લિપ્ત રાયનાં આદેશને પગલે 26 ભઠ્ઠાઓ, 11 દારૂનાં આથા અને 22 દારૂનાં વહેંચાણ કેન્દ્રો પકડાયા
  • મહિલાઓ ગૃહ ઉદ્યોગની જેમ ઘરમાં દારૂનું પ્રોડક્શન કરી રહી હતી : 26 ભઠ્ઠાઓમાં 12 જગ્યાએ મહિલાઓ હતી : દારૂ વહેંચવામાં પણ 11 મહિલાઓ ઉપર ગુનો દાખલ કરાયો

અમરેલી, અમરેલી જીલ્લામાં પોલીસે જુદા – જુદા 60 જેટલા સ્થળો પર દેશી દારૂના દરોડાઓ પાડીને દેશી દારૂ 317 લી., આથો 1250 લી. અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 10,754ના મુદામાલ સાથે મહિલાઓ સહિત 33 લોકોને ઝડપી પાડયા હતા. આમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી હતી કે, 60 દરોડામાં 27 કેસ મહિલાઓ સામે થયાં છે. ઘરે ઘરે દારૂ બનાવતી 26 જગ્યાઓમાં 12 જગ્યાએ મહિલાઓ સામે ગુના દાખલ થયાં હતાં જ્યારે દેશી દારૂનાં વહેંચાણમાં પણ 11 મહિલાઓ ઉપર ગુનો દાખલ થયો છે. ધારીના જળજીવડીમાં જગદીશ ઉર્ફે જીગો કરશન પાટડીયાને દેશી દારૂ 10 લી., આથો 30 લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. 760/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અમરેલી એલ.સી.બી. પોલીસે અમરેલી સાવરકુંડલા રોડ ઉપર રૂડા નરભુ પરમારને 3 લી. દેશી દારૂ, આથો 150 લી. અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 670/- ના મુદામાલ કબ્જે કરેલ. જયારે આરોપી હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ફાટક મફત પ્લોટ પાસે દેશી દારૂ 3 લી., આથો 150 લી., ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 690/- નો મુદામાલ કબ્જે કરેલ જયારે રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ફાટક મફત પ્લોટમાં નારૂ રૂડા પરમારના કબ્જામાંથી 3 લી. દેશી દારૂ, આથો 150 લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. 710/- નો મુદામાલ કબ્જે કરેલ. જયારે આરોપી રેઇડ દરમિયાન હાજર મળી આવેલ નહીં. સાવરકુંડલા ચોકડી પાસે શ્રધ્ધાબેન મુનાભાઇ બ્લોચને દેશી દારૂ 5 લી., આથો 40 લી. અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. 550/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.