વડોદરામાં PSI એ મહિલા સાથે કરી ગેરવર્તણુક
ગાંધીનગર,
કોરોના કાળમાં જી-નીટની પરીક્ષા પર વિવાદ ચાલી રહૃાો છે. કોંગ્રેસ આજેશભરમાં પ્રદર્શન કરી રહૃાું છે. ત્યારે અમદાવાદમાં પણ આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા જી-નીટને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહૃાું છે. કોંગ્રેસનું અમદાવાદ સહિત રાજ્યભરમાં જી-નીટની પરીક્ષા પર પ્રદર્શન ચાલી રહૃાું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં તમામ જિલ્લા મથકોએ વિરોધ કર્યો હતો. કોરોનાકાળમાં પરીક્ષાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહૃાો છે. ગુજરાતમાં નીટના ૮૦ હજાર વિદ્યાર્થીઓ છે, જ્યારે જીમાં ૩૭ હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. જી-નીટ પરીક્ષાને લઈને વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહૃાું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે ધરણાં પર બેઠા છે. ત્યારે તેમના એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં પરીક્ષા યોજવી શક્ય નથી. રાજયમાં નીટમાં ૮૦ હજાર, જ્યારે જીમાં ૩૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે,
તેમના ભવિષ્યનો વિચાર કરો. કોરોનાકાળમાં પરીક્ષા ન યોજવાની કોંગ્રેસે માંગણી કરી છે. કોરોના વચ્ચે પણ સરકાર જીદ પર બેઠી હોવાનું ચાવડાએ જણાવ્યું છે. જી-નીટપરીક્ષાને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદના ગુજરાત યુનિ. ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પરંતુ વિરોધ ઉગ્ર બનતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જી-નીટને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં જી-નીટની પરીક્ષાને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહૃાું છે. વડોદરામાં એસટી બસ રોકીને વિરોધ કરાયો છે. ત્યારે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર સામે આવી રહૃાા છે. વડોદરામાં કોંગ્રેસ અને એનએસયુઆઈના દેખાવો જોવા મળી રહૃાા છે. વડોદરાના દૃાંડિયા બજાર ચાર રસ્તા પાસે કોંગ્રેસ દેખાવો કરી રહૃાું છે.
શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દેખાવોમાં જોડાયા છે. નીટ અને જેઈઈની પરીક્ષા મુલતવી રાખવા કોંગ્રેસે માંગણી કરી છે. પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા દૃાંડિયા બજાર અકોટા ચાર રસ્તા ખાતે રસ્તા રોકો આંદૃોલન કરાયું હતું. જેમાં કેટલાક કાર્યકરો એસ.ટી બસ રોકી બસ પર ચડી ગયા હતા. ત્યારે ૧૦થી વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. દેખાવ કરનાર મહિલા કોંગ્રેસ કાર્યકરોએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અજય જાદવ પર આક્ષેપ કરાયો છે. પીએસઆઈએ મહિલાના છાતી પર હાથ લગાવ્યો હોવાનું જણાવાઈ રહૃાું છે. કોંગ્રેસ દ્વારા પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે.
પરંતુ પીએસઆઈએ આક્ષેપનું ખંડન કર્યું છે. રાજકોટમાં પણ જી અને નીટની પરીક્ષા રદ્દ કરવા કોંગ્રેસ મેદાને પડી છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહૃાો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં બંધ કરોની માંગ સાથે કોંગ્રેસી કાર્યકરો ભેગા થયા છે. રાજકોટ કલેક્ટર કચેરીએ વિરોધ કરતા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી કોવિડ-૧૯ વૈશ્ર્વિક મહામારીને લીધે જી-નીટની પરીક્ષાઓ રદ કરવામાં આવે અને ૬ મહિનાની ફી માફ કરવાની માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહૃાા હતા. કોંગ્રેસ અને એનએસયુઆઈએ હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
અમિત ચાવડા સહિત નેતાઓની પોલીસે કરી અટકાયત
કોરોનાની મહામારી વચ્ચે દેશમાં યોજાનાર જી-નીટની પરીક્ષા ન યોજવાને લઇને કોંગ્રેસના ગુજરાતમાં રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવી રહૃાાં છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોલીસે અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત કરી.